મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા ગામે શેરીમાં ગાળો બોલવાની ના પાડતી મહિલા ઉપર તલવાર વડે હુમલો: મોરબીમાંથી એક્ટિવાની ચોરી


SHARE





























ટંકારાના મિતાણા ગામે શેરીમાં ગાળો બોલવાની ના પાડતી મહિલા ઉપર તલવાર વડે હુમલો

ટંકારા તાલુકાના મીતાણા ગામે મહિલાના ઘર પાસે શેરીમાં ગાળો બોલતા શખ્સને ગાળો બોલવાની ના પાડી હતી જેથી તે શખ્સે તેના હાથમાં રહેલ તલવાર વડે મહિલાને માથાના ભાગે એક ઘા માર્યો હતો અને તે શખ્સની માતાએ મહિલાને લાકડીના ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માતા અને પુત્રની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મીતાણા ગામે રહેતા કેસરબેન ધનજીભાઈ પારઘી (૪૫) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શૈલેષભાઈ નથુભાઈ પારઘી અને તેની માતા કેસરબેનની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે સામેવાળા શેરીમાં ગાળો બોલતા હતા જેથી કરીને ફરિયાદીએ તેઓને ગાળો બોલવાની ના પાડી હતી ત્યારે ફરિયાદીને ગાળો આપીને શૈલેષભાઈ પારઘીએ તેના હાથમાં રહેલ તલવારનો એક ઘા ફરિયાદી મહિલાને માથાના ભાગે માર્યો હતો અને તેની માતાએ ફરિયાદી મહિલા ને લાકડી વડે માર મારીને ઈજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીમાંથી સ્કુટરની ચોરી

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ મદીના સોસાયટી પવિત્ર કુવાની બાજુમાં રહેતા અકરમભાણ હુસેનભાઇ સુમરા (૨૩) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સ્કૂટર ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવેલ છે કે તેણે પોતાનું એકટીવા નંબર જીજે ૩૬ એએચ ૨૫૧૮ જેની કિંમત ૪૫ હજાર રૂપિયા છે તેની કોઈ અજાણ્યો શખ્સ તેના ઘર પાસેથી ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
















Latest News