માળીયા (મીં)ના ગેસ કટીંગના ગુન્હામા છેલ્લા છ માસથી ફરાર આરોપી ઝડયાયો મોરબીના અપહરણના ગુનામાં છ માસથી ફરાર આરોપી ભોગ બનનાર સાથે રાજસ્થાનથી પકડાયો મોરબીમાં જાગરણની રાતે મહીલા સલામતી માટે આખી રાત હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે મોરબીના ટીંબડી ગામે ગુજરાત ગેસે તોડેલ રોડને લઈને રોડ બનાવવા સરપંચ દ્વારા કરાઇ તાકીદ મોરબીની પીએમશ્રી તાલુકા શાળા તેમજ નાની-મોટીબરાર પ્રાથમિક શાળામાં બાળમેળો-લાઈફ સ્કિલ મેળા યોજાયા મોરબી શહેરની મોટાભાગની સમસ્યાઓ 8થી 10 દિવસમાં થઈ જશે શૂન્ય, 6 મહિના પછી દેખાશે મહપાલિકાનો વિકાસ: ધારાસભ્ય-કલેકટર મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટીબરાર ગામે શાળામાં બાળમેળો-લાઈફ સ્કીલ મેળો યોજાયો


SHARE

















માળીયા (મી)ના મોટીબરાર ગામે શાળામાં બાળમેળો-લાઈફ સ્કીલ મેળો યોજાયો

મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં ધો. 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે બાળમેળો તેમજ ધો. 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળમેળામાં વિદ્યાર્થીઓએ ચિત્રકામ, રંગપુરણી, ચીટકકામ, છાપકામ, માટીકામ, વેસ્ટ માંથી બેસ્ટ વગેરે પ્રવૃત્તિઓ કરી હતી. આ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. જ્યારે લાઈફ સ્કીલ મેળામાં વજન-ઊંચાઈ, કુકર ખોલવું/બંધ કરવું, ખીલી અને સ્ક્રુ લગાવવો, બટન ટાંકવા, ઈસ્ત્રી કરવી, ફ્યુઝ બાંધવો વગેરે જેવી પ્રવૃત્તિઓ નિહાળી તેને શીખવાનો પ્રયત્ન કર્યો હતો. આ તકે શાળાના આચાર્ય અનિલ બદ્રકિયા અને અન્ય શિક્ષકોએ બાળમેળા અને લાઈફ સ્કીલ મેળામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.






Latest News