મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા ગામે ઘરમાં રસોઈ બાબતે દેકારો કેમ કરો છો કહીને યુવાન અને તેની માતાને માર માર્યો


SHARE





























ટંકારાના મિતાણા ગામે ઘરમાં રસોઈ બાબતે દેકારો કેમ કરો છો કહીને યુવાન અને તેની માતાને માર માર્યો

ટંકારા તાલુકાના મીતાણા ગામે થોડા દિવસો પહેલા ગાળો બોલવા બાબતે માથાકૂટ થયેલ હતી જે બનાવમાં હાલમાં વળતી ફરિયાદ નોંધાયેલ છે જેમાં યુવાનને ઘરમાં રસોઈ બાબતે બોલાચાલી થઈ હતી ત્યારે ત્યાં બાજુમાં રહેતા મહિલા અને તેના દીકરાએ તેઓના ઘરે આવીને તમે કેમ દેખારો કરો છો તેવું કહીને યુવાન તથા તેની માતાને ગાળો આપી હતી અને બંનેને લાકડી વડે માર માર્યો હતો જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે. 

જાણવા મળતી માહિતી મુજબ ત્રણેક દિવસ પહેલા ટંકારા તાલુકાના મીતાણા ગામે શેરીમાં ગાળો બોલવા બાબતે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી જે બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી અને તે બનાવમાં હાલમાં વળતી ફરિયાદ નોંધાય છે જેમાં શૈલેષભાઈ નથુભાઈ પારઘી (45) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કેસરબેન ધનજીભાઈ પારઘી અને કેશરબેનના દીકરા યોગેશ રહે. બંને મીતાણા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી યુવાન તેના ઘરમાં રસોઈ બાબતે બોલાચાલી કરતો હતો ત્યારે આરોપી મહિલાએ ત્યાં આવીને “તમો કેમ દેકારો કરો છો ?” તેમ કહીને ફરિયાદી તથા તેના માતાને ગાળો આપી હતી અને અત્યારે કેસરબેને ફરિયાદીની માતાને માથામાં અને ડાબા હાથે લાકડી મારી હતી જેથી ફરિયાદીની માતાને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને કેસરબેનના દીકરાએ ફરિયાદીને પીઠમાં તથા જમણા હાથ અને પગે લાકડી વડે માર માર્યો હતો. જેથી બીજા પામેલ હાલતમાં ફરીયાદીની માતાને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હાલમાં તેણે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આ બનાવમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.
















Latest News