મોરબી વકીલ મંડળ દ્વારા જજ બદલી-પોસ્ટિંગ થતા વેલકમ-ફેરવેલ પાર્ટીનું આયોજન
મોરબીના લખધીરપુર રોડે ટેન્કર ચાલકે કામે જઈ રહેલ મહિલાને કચડી નાખતા મહિલાનું મોત
SHARE
મોરબીના લખધીરપુર રોડે ટેન્કર ચાલકે કામે જઈ રહેલ મહિલાને કચડી નાખતા મહિલાનું મોત
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ પાવર હાઉસના સબ સ્ટેશન પાસેથી દંપતી ચાલીને પસાર થઈ રહ્યું હતું ત્યારે ટેન્કર ચાલકે મહિલાને પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને મહિલા રોડ ઉપર નીચે પટકાતા ટેન્કરના વ્હીલ તેના માથા અને શરીર ઉપર ફરી જતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જે બનાવની હાલમાં મૃતક મહિલાના પતિ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોમોરબીના લખધીરપુર રોડે ટેન્કર ચાલકે કામે જઈ રહેલ મહિલાને કચડી નાખતા મહિલાનું મોતલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના સાગર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ફ્લોરા સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા કુંજીલાલ સંતોષ આહીરવાર જાતે અનુ.જાતી (31) એ ટ્રક ટેન્કર નંબર જીજે 12 વાય 8542 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ પાવર હાઉસના સબ સ્ટેશન તથા ડિજિટલ સિરામિક કારખાના સામેથી ફરિયાદી તેના પત્ની સોનમ કુંજીલાલ આહીરવાર સાથે ચાલીને કામે જઈ રહેલ હતા ત્યારે ટેન્કર ચાલકે પાછળથી ફરિયાદીના પત્નીને ટક્કર મારતા મહિલા રસ્તા ઉપર નીચે પટકાઈ હતી અને ત્યારે તેના માથા અને છાતીના ભાગ ઉપરથી ટેન્કરના વ્હીલ ફરી જવાના કારણે તે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. અને ત્યારબાદ ટેન્કર ચાલક પોતાના હવાલા વાળું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવમાં ભોગ બનેલ મહિલાના પતિ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની તપાસ પી.એસ.આઇ. એ.બી. મિશ્રા ચલાવી રહ્યા છે.
અકસ્માતમાં ઇજા
મૂળ જૂનાગઢમાં રહેવાસી અને હાલમાં માળીયા તાલુકાના ચાચાવદરડા ગામની સીમમાં આવેલ વેગો ઇકો એલએલપી કારખાનાના રૂમમાં રહેતા અને નોકરી કરતા ભુપેન્દ્રકુમાર જાદવભાઈ અઘેરા જાતે પટેલ (54)એ હાલમાં કાર નંબર જીજે 36 એજે 5916 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે માળીયા જામનગર રોડ ઉપર સરવડ ગામથી ચાચાવદરડા ગામ તરફ જવાના રસ્તે સોહમ કોલ કારખાના પાસેથી તેઓ બાઈક નંબર જીજે 36 એબી 7715 લઈને જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદી ભુપેન્દ્રકુમાર તથા તેની સાથે બાઈક ઉપર બેઠેલ અન્ય એક વ્યક્તિને ફ્રેક્ચર જેવી ઈજાઓ થઈ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત સર્જીને કાર ચાલક પોતાનું વાહન લઇને નાસી ગયો હોય હાલમાં ભોગ બનેલા આધેડે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.