ટંકારાના મિતાણા ગામે ઘરમાં રસોઈ બાબતે દેકારો કેમ કરો છો કહીને યુવાન અને તેની માતાને માર માર્યો
મોરબી શહેર-તાલુકા અને વાંકાનેર શહેરમાં જુગારની પાંચ રેડ: ત્રણ મહિલા સહિત કુલ 21 પકડાયા, એક ફરાર
SHARE
મોરબી શહેર-તાલુકા અને વાંકાનેર શહેરમાં જુગારની પાંચ રેડ: ત્રણ મહિલા સહિત કુલ 21 પકડાયા, એક ફરાર
મોરબી શહેર અને તાલુક તેમજ વાંકાનેર શહેરમાં જુગારની જુદીજુદી પાંચ રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે કુલ મળીને ત્રણ મહિલ સહિત 21 લોકોને જુગાર રમતા પકડ્યા હતા અને નવા સાદુળકા ગામે જુગારની રેડ કરી હતી ત્યારે એક શખ્સ નાશી ગયેલ હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે અને હાલમાં પકડાયેલ લોકો પાસેથી પોલીસે કુલ મળીને 39,440 ની રોકડ કબજે કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરી છે.
મોરબી તાલુકાના નવા સાદુળકા ગામની સીમમાં ખેતરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખસોમાં નાશ ભાગ મચી હતી જોકે પોલીસે સ્થળ ઉપરથી કિશોરભાઈ લાલજીભાઈ ચારોલા (29), અશોકભાઈ વેરશીભાઈ કારુ (26), પીન્ટુભાઇ ફુલજીભાઈ ચારોલા (19), જગદીશભાઈ સવજીભાઈ ઝંઝવાડીયા (27), પરેશભાઈ બાબુભાઈ પરેચા (24), કિશનભાઇ વેરશીભાઈ કારૂ (24)ની ધરપકડ કરી હતી અને તેઓની પાસેથી રોકડા રૂપિયા 21,000 કબજે કરવામાં આવ્યા છે જોકે જુગારની રેડ દરમિયાન ખેંગારભાઈ અવચરભાઈ વરાણીયા નાસી ગયેલ છે જેથી તેને પકડવા માટે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળિયામાં જુગાર રમતા હોવાની હકીકત અત્યારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા મોહનભાઈ કિશનભાઇ મારવાડી (45), મુમતાજબેન હાજીભાઈ પલેજા (55), શાહીદાબેન હુસેનભાઇ ત્રાયા (40) અને સાયરાબેન રફિકભાઈ નારેજા (28) રહે બધા લીલાપર રોડ ચાર માળિયાવાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 2,900 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ કરી છે.
મોરબી તાલુકાના મોડપર ગામે બીલીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર દેવીપુજકવાસમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઝવેરભાઈ રમુભાઈ દેલવાડીયા (36), ભરતભાઈ હેમુભાઇ દેલવાડીયા (32) અને રમેશભાઈ નાનજીભાઈ બડધા (33) રહે. બધા મોડપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી 10,100 ની રોકડ કબજે કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ કરી છે.
મોરબીના નાની વાવડી રોડ ઉપર કબીર આશ્રમની પાછળના ભાગમાં કેનાલ નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા કિશનચંદ્ર ઉર્ફે કિશોરભાઈ નારણભાઈ વાઘેલા રહે. નાની વાવડી, દીપકભાઈ પોપટભાઈ ટુડિયા (36) રહે. પંચાસર, દિનેશભાઈ આલાભાઇ મકવાણા (45) રહે. નાની વાવડી અને મહેશભાઈ ભોજાભાઇ ઉભડિયા (38) રહે. નાની વાવડી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 3,650 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ કરી છે.
વાંકાનેરના નવાપરા દેવીપુજકવાસ શીતળા માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સુનિલભાઈ ધીરુભાઈ કાવીઠીયા (23), ભાવેશભાઈ સોમાભાઈ ચોવીસિયા (29), રણજીતભાઈ હસમુખભાઈ ધ્રાંગધિયા (21) અને હિતેશભાઈ જેસીંગભાઇ ચોવીસીયા (19) રહે. બધા નવાપરા જીઆઇડીસી દેવીપુજક વાસવાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 1,790 રૂપિયાની રોકડ કબજે કરીને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.