મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમે મંદિરમાંથી ચાંદીના ત્રણ કિલોના બે છતરની ચોરી


SHARE





























હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમે મંદિરમાંથી ચાંદીના ત્રણ કિલોના બે છતરની ચોરી

હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમમાં અજાણ્યા શખ્સ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને મંદિરના અંદરના દરવાજાનું તાળું તોડી મંદિરમાં પ્રવેશ કરીને ચાંદીના કુલ મળીને ત્રણ કિલો વજનના બે છતર જેની કુલ કિંમત 75 હજાર રૂપિયા થાય તેની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ઉમાટાઉનશીપની બાજુમાં આવેલ ગિરિરાજ સોસાયટીમાં રહેતા રાજદીપસિંહ લક્ષ્મણસિંહ ઝાલા જાતે દરબાર (32) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવે છે.જેમાં જણાવ્યું છે કે, હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમમાં રાત્રિના સમય દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને મંદિરના દરવાજાના તાળાને તોડીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાં રાખવામાં આવેલ ચાંદીના બે છત્તર જેનો કુલ વજન ત્રણ કિલો જેટલો થાય છે.તે 75 હજાર રૂપિયાની કિંમતના ચાંદીના છત્તરની ચોરી કરવામાં આવેલ છે.જેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ચાર બોટલ દારૂ

મોરબીમાં વાવડી ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની ચાર બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 1200 રૂપિયાની કિંમતનો દારૂ તથા એકટીવા નંબર જીજે 36 પી 3901 જેની કિંમત 50 હજાર રૂપિયા આમ કુલ મળીને 51,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે યુવરાજભાઈ વનરાજભાઈ સગર જાતે રજપૂત (29) રહે.નાની વાવડી સંત કબીર સોસાયટી મોરબીની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો.

બીયરનું એક ટીન મળ્યું

વાંકાનેરથી જડેશ્વર તરફ જવાના રસ્તા ઉપર વરડુસર તળાવ પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બિયરનું એક ટીન મળી આવતા પોલીસે 100 રૂપિયાની કિંમતનું બિયરનું ટીન કબજે કરીને અરશદ ઉર્ફે સદામ લિયાકતભાઈ ખલીફા જાતે મુસ્લિમ (31) રહે ટંકારાની ધરપકડ કરી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
















Latest News