મોરબી જેલમાં બંધ કેદીનો વિડીયો વાયરલ થતા ડીવાયએસપી સહિતની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ ચિંતન શિબિરમાં તે વાતનું ચિંતન કરો કે અમારી સરકારમાં જગતનો તાત એમ દુખી છે: મોરબી જિલ્લા કોંગ્રેસના ખેડૂત સંમેલનમાં લલિતભાઈ કગથરાનો સરકારને ટોણો મોરબીના શોભેશ્વર રોડે કારખાનામાં યુવાને અંતિમ પગલુ ભર્યુ : મોત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને અનંતની વાટ પકડી મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડ શ્રીજી પાર્ક અને ટંકારાના હરબટીયાળીમાં જુગાર રમતા 8 પકડાયા


SHARE





























મોરબીના વાવડી રોડ શ્રીજી પાર્ક અને ટંકારાના હરબટીયાળીમાં જુગાર રમતા 8 પકડાયા

મોરબી શહેરના વાવડી રોડ ઉપર શ્રીજી પાર્કમાં આવેલ સરદાર ચેમ્બરના પહેલા માળે મકાનમાં જુગારની રેડ કરી હતી.ત્યારે ત્યાંથી પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા.તેમજ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામમાં જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવ્યા હતા.જેથી કરીને પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને કુલ મળીને 47,500 ની રોકડ કબજે કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધવામાં આવેલ છે.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ આરડીસી બેંક પાસે શ્રીજી પાર્ક સરદાર ચેમ્બરના બીજા માળે સંજયભાઈ દેત્રોજાના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની પોલિસને હકીકત મળી હતી.જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી.ત્યારે સ્થળ ઉપરથી એલસીબીની ટીમ દ્વારા ઘરધણી સંજયભાઈ નાનજીભાઈ દેત્રોજા (36), હિમાંશુભાઈ વિનોદભાઈ ઠાકર (33) રહે. વાવડી રોડ ભગવતી પાર્ક મોરબી, નિલેશભાઈ વલમજીભાઇ દેત્રોજા (40) રહે.પંચાસર રોડ ધરતી પાર્ક શેરી નંબર-1 મોરબી, જયેશભાઈ પ્રભુભાઈ અઘારા (38) રહે. પંચાસર રોડ ન્યુ ચંદ્રેશનગર શેરી નંબર-3 મોરબી અને બીપીનભાઈ કુંવરજીભાઈ ગાંભવા (40) રહે.આમરણ ડાયમંડનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી 36,200 ની રોકડ કબજે કરી હતી અને આરોપીઓને પકડીને મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આવી જ રીતે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે પ્લોટ વિસ્તારમાં મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી.ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા નારણભાઈ સીદાભાઈ ઝાપડા (42) , રજાકભાઈ ઈસાભાઈ ઇબ્રાણી (48) અને અરવિંદભાઈ ધનજીભાઈ મુછડીયા (37) રહે બધા હરબટીયાળી વાળા મળી આવતા પોલીસે તેઓની પાસેથી 11,300 ની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
















Latest News