મોરબીના વાંકડા નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબીના રંગપર બેલા રોડે ટ્રક ઉપર ચડેલા યુવાનનું વીજ કરંટ લાગતા મોત
SHARE
મોરબીના રંગપર બેલા રોડે ટ્રક ઉપર ચડેલા યુવાનનું વીજ કરંટ લાગતા મોત
મોરબીના રંગપર બેલા રોડ ઉપર આવેલ કારખાના નજીક ટ્રક ઉપર ચડીને નાકા છોડતી વખતે ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી યુવાનને વીજ શોર્ટ લાગ્યો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે રહેતો રમજાન મહમદભાઈ પઠાણ (20) નામનો યુવાન મોરબીના રંગપર બેલા વચ્ચે સીમમાં આવેલ ઇડોરા પાર્ટીકલ બોર્ડ સામે ટ્રક ઉપર ચડીને નાકા ખોલવાનું કામ કરી રહ્યો હતો ત્યારે ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી તેને શોર્ટ લાગ્યો હતો. જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.એસ. ડાંગર દ્વારા કરવામાં આવી હતી
અકસ્માતમાં ઇજા
મોરબીના ઘુટું ગામ તરફ જવાનો રસ્તા ઉપર આઈટીઆઈથી આગળના ભાગમાં બાલાજી કાંટા નજીક બાઇકને ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં રણજીતભાઈ રાઠવા (32) રહે. જીઓ સિરામિક ઉંચી માંડલ મોરબી વાળાને ઇજા થઇ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે, આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી હતી
બાઇક સ્લીપ
મોરબીના રફાળેશ્વર ગામે રહેતા હસમુખભાઈ નાગજીભાઈ રૂદાતલા (33) નામનો યુવાન ગામ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે કોઈ કારણોસર તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો. જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.