મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના વાંકડા નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના વાંકડા નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચી માંડલથી વાંકડા ગામ તરફ જવાના રસ્તા ઉપર નર્મદાની કેનાલમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું. જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ મૃતકના પિતા દ્વારા આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના વાંકડા ગામની સીમમાં આવેલ સોરઠ પોલીફેબ એલએલપી નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો શિવાકાંત અજયકુમાર ત્રિપાઠી (18) નામનો યુવાન નીચી માંડલ થી વાંકડા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી નર્મદાની કેનાલમાં ન્હાવા માટે થઈને ગયો હતો. દરમિયાન અકસ્માતે તે નર્મદાના પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેના બોડીને કેનાલમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પિતા અજયકુમાર શ્રીરાજકુમાર ત્રિપાઠી (44) રહે. અહેમદગંજ વિસ્તારમાં રામનગર કોલોની ફતેપુર યુપી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ પાસેથી બાઈકમાં બેસીને દર્શન ભરતભાઈ બાલાસરા (14) રહે. ભરતનગર વાળો જઈ રહ્યો હતો ત્યારે અકસ્મતે બાઈક સ્લીપ થતા દર્શનને ઇજાઓ થઈ હતી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારા મારીમાં ઇજા

ટંકારામાં રહેતા પ્રભાબેન મોહનભાઈ (60) અને ભાનુબેન પ્રકાશભાઈ પરમાર (30) નામના બે મહિલાઓને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને તે બંને મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જોકે, બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવેલ છે.






Latest News