હળવદના દીઘડીયા-જુના અમરાપર ગામે જુગારની બે રેડ: ચાર પકડાયા, 10 ફરાર !
SHARE
હળવદના દીઘડીયા-જુના અમરાપર ગામે જુગારની બે રેડ: ચાર પકડાયા, 10 ફરાર !
હળવદના દીઘડીયા ગામે તેમજ જુના અમરાપર ગામે જુગારની જુદી જુદી બે રેડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને ત્યારે જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી જોકે, બંને રેડ દરમિયાન કુલ મળીને પોલીસ દ્વારા ચાર શખ્સોને પકડવામાં આવ્યા છે અને તેની પાસેથી 1,05,340 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જોકે આ બંને રેડ દરમિયાન નાસી છૂટેલા કુલ મળીને 10 આરોપીઓને પકડવા માટે હળવદ તાલુકા પોલીસની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
હળવદ તાલુકાના દીઘડીયા ગામે ગણેશભાઈ ઈન્દરીયાએ રાખેલ વાડીના શેઢે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી જોકે સ્થળ ઉપરથી પોલીસ દ્વારા ગણેશભાઈ સોમાભાઈ ઇન્દરિયા (30) અને ગોપાલભાઈ સોમાભાઈ ઇન્દરિયા (26) રહે. બંને દીઘડીયા વાળાની 1,990 રૂપિયાની રોકડ તથા છ મોટરસાયકલ આમ કુલ મળીને 92,040 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જોકે પોલીસને જોઈને નાસી છૂટેલા ભથીભાઇ પરષોતમભાઇ કંગથરા, મુન્નાભાઈ ઉર્ફે સાંભો રમેશભાઈ રાપુસા, મનુભાઈ ઉર્ફે કાબો રામાભાઇ અઘારા, હીરાભાઈ ઉર્ફે વિરમ અવચરભાઈ રાપુસા, દેવરાજભાઈ ગોવિંદભાઈ અઘારા, હિંદાભાઈ મસાભાઈ સાવરીયા, વિનોદભાઈ ઉર્ફે ખુરજી દીપુભાઈ કાંજિયા અને અલ્પેશભાઈ ઉર્ફે ભાણો રમેશભાઈ વનપરા રહે બધા દીઘડિયા વાળનો સમાવેશ થાય છે જેથી તમામની સામે ગુનો નોંધીને હળવદ તાલુકા પોલીસ દ્વારા નાસી ગયેલા આઠ શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે
હળવદ તાલુકાના જુના અમરાપર ગામે શેરીમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી જોકે સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખ્સોમાંથી પોલીસે ફિરોજભાઈ ગુલામભઈ કટિયા (38) રહે. મીઠાના ગંજે ટીકર રોડ હળવદ અને બાલાભાઈ ભગવાનભાઈ કોળી (65) રહે જુના અમરાપર વાળાની ધરપકડ કરી પોલીસે તેઓની પાસેથી 13,300 ની રોકડ કબજે કરી હતી અને પોલીસને જોઈને નાસી છૂટેલા શખસોમાં સંજયભાઈ દિલીપભાઈ જીંજવાડીયા અને લાલજીભાઈ રમેશભાઈ માલકીયા રહે. બન્ને જુના અમરાપર વાળાનો સમાવેશ થતો હોય ચારેય શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને રેડ દરમિયાન ભાગી ગયેલા બે શખ્સોને પકડવા માટે પોલીસે તજવી શરૂ કરી છે