હળવદના દીઘડીયા-જુના અમરાપર ગામે જુગારની બે રેડ: ચાર પકડાયા, 10 ફરાર !
મોરબી જીલ્લામાં સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તપાસ દરમિયાન છ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું : ગુનો નોંધાયો
SHARE
મોરબી જીલ્લામાં સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તપાસ દરમિયાન છ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું : ગુનો નોંધાયો
મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના મીતાણા ગામે ખેતરમાં રહીને ખેત મજૂરીનું કામ કરતા પરિવારની સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેણીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને તપાસ દરમિયાન સગીરાને છ માસનો ગર્ભ હોવાનું સામે આવતા પરિવાર ચોકી ઉઠ્યો હતો.આ બાબતે પોલીસમાં જાણ કરવામાં આવતા પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્રારા અને બાદમાં ટંકારા પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરવામાં આવી હતી અને બાદમાં ટંકારા ખાતે "ઝીરો" નંબરથી પોકસો અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધીને એમપી પોલીસને જાણ કરવામાં આવેલ છે કારણ કે આ બનાવ મૂળ મધ્યપ્રદેશમાં બન્યો હોય આગળની તપાસ માટે ત્યાંની પોલીસને જાણ કરાય છે.
આ કેસની મળતી માહિતી પ્રમાણે મોરબીના ટંકારા તાલુકાના મિતાણા ગામે ખેત મજૂરી માટે મૂળ મધ્યપ્રદેશનો પરિવાર મોરબી આવ્યો હતો અને મીતાણા ગામે રહેતો હતો.દરમિયાનમાં પરિવારની ૧૬ વર્ષની સગીરાને પેટમાં દુખાવો થતા તેણીને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.તેની મેડીકલ તપાસ દરમિયાન તેણીને છ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યુ હતુ.જેથી મોરબી એ ડિવિઝન પોલીસે આ બાબતે ટંકારા પોલીસ મથકે જાણ કરી હતી.જેની તપાસ ટંકારા પોલીસ મથકના પ્રોબેશન પીઆઇ કે.જી.મોડ તથા રાઇટર જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી અને બાદમાં તપાસ દરમિયાન ખુલ્યુ હતુ કે ભોગ બનનાર સગીરા જ્યારે મધ્યપ્રદેશમાં આવેલા નરસિંહપુરા જિલ્લામાં હતી ત્યાં રાહુલ નામના ઈસમે તેણીની સાથે બે વખત દુષ્કર્મ આચાર્યુ હતુ.જેથી હાલમાં ટંકારા પોલીસ દ્વારા ભોગ બનનાર સગીરાની માતાની ફરિયાદ લઈને પોકસો તથા બળાત્કારની કલમો હેઠળ મધ્યપ્રદેશના રાહુલ નામના શખ્સની સામે "ઝીરો" નંબરથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ કેશની આગળની તપાસ માટે એમપી પોલીસમાં જાણ કરવામાં આવી હોવાનું હાલ ટંકારા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.
મધ્યપ્રદેશથી અપહરણ કરાયેલ સગીરા આરોપી સાથે મળી આવી
મોરબી જિલ્લામાં ખેત મજૂરી કામ માટે તથા સીરામીક તથા અન્ય ધંધા રોજગારમાં મજૂરી કામ માટે હજારો પરપ્રાંતીઓ મોરબી આવતા હોય છે અને અહીં કારખાનાના સ્થળે જ રહેવાની વ્યવસ્થા હોવાથી અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં મજૂરો મોરબી આવતા હોય છે.જેમાં અનેક વખત એવું સામે આવતું હોય છે કે જે તે વિસ્તારમાં ગુનો આચર્યા બાદ આરોપી મોરબી આવીને રહેવા લાગતા હોય છે.તેઓ જ વધુ એક બનાવ સામે આવ્યો છે.જેમાં મળતી માહિતી પ્રમાણે મધ્યપ્રદેશના બડવાની જિલ્લામાં નોંધાયેલ સગીરાના અપરણના ગુનાની તપાસ માટે મધ્યપ્રદેશની પોલીસ મોરબી આવી હતી અને અહીં મોરબી તાલુકા પોલીસને સાથે રાખીને તપાસ કરવામાં આવતા મોરબી ખાતેથી ભોગ બનનાર સગીરા આરોપી આસારામ રામસિંગ ભીલ રહે.મુવાળા બળવાની મધ્યપ્રદેશ વાળાની સાથે મોરબી ખાતેથી મળી આવી હતી. જેથી હાલ બંનેને હસ્તગત કરીને આગળની તપાસ માટે એમપી લઈ જવામાં આવ્યા હોવાનું સ્થાનિક પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
વાહન સ્લીપ થતા ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર (બેલા) ગામે રહેતા ત્રિભોવનભાઈ લાલજીભાઈ ગોસ્વામી નામના ૭૯ વર્ષના વૃદ્ધ બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા.ત્યારે જીવાપર રોડ ઉપર રંગપર ગામ નજીક જ આવેલ કિલેશ્વર મહાદેવ મંદિર પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજા પામતા ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવાયા હતા.જેથી તાલુકા પોલીસ મથકના જનકસિંહ પરમાર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
આધેડ સારવારમાં
મોરબીના જુના બસ સ્ટેશન પાસે ચક્કર આવતા પડી જવાથી વાલજીભાઈ દેવાભાઈ મકવાણા (ઉમર ૫૮) રહે.જોગડ તા.હળવદને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.હોસ્પિટલ તરફથી પોલીસ મથકે જાણ કરાતા એ ડિવિઝન સ્ટાફના એમ.એચ.વાસાણી દ્વારા આ બાબતે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી