મોરબીમાંથી દારૂની 36 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એક પોલીસને જોઈને નાશી છૂટ્યો
હળવદની ચેક પોસ્ટ પાસેથી 134 બોટલ દારૂ ભરેલ કાર સાથે બે પકડાયા: એસ્ટ્રોન પેપર મીલ નજીકથી રેઢી મળેલ કારમાંથી 86 બોટલ દારૂ-167 બીયરના ટિન મળ્યા..
SHARE
હળવદની ચેક પોસ્ટ પાસેથી 134 બોટલ દારૂ ભરેલ કાર સાથે બે પકડાયા: એસ્ટ્રોન પેપર મીલ નજીકથી રેઢી મળેલ કારમાંથી 86 બોટલ દારૂ-167 બીયરના ટિન મળ્યા..!
હળવદ ધાંગધ્રા રોડ ઉપર આવેલ કવાડિયા ચેકપોસ્ટ પાસેથી ઇકો ગાડી પસાર થઈ રહી હતી ત્યારે ઇકો ગાડીને રોકીને તેમાં ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી દારૂની નાની 134 બોટલ સાથે બે શખ્સ મળી આવ્યા હતા આવી જ રીતે એસ્ટ્રોન પેપર મીલ થી લીલાપર ગામ તરફ જવાના રસ્તા ઉપર ઇકો ગાડીને રોકવાનો પ્રયાસ કરતાં કાર ચાલક ગાડી લઈને નાશી ગયો હતી અને આગળ કાર મૂકી દીધી હતી જે રેઢી પડેલ કારને ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની 86 બોટલો તેમજ બિયરના જુદી જુદી બ્રાન્ડના 167 ટિન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ કવાડિયા ગામ પાસે બનાવવામાં આવેલ ચેકપોસ્ટ પાસેથી પસાર થતી ઇકો ગાડી નંબર જીજે 36 એસી 8135 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે ઇકો ગાડીમાંથી દારૂની નાની 134 બોટલ મળી આવી હોય પોલીસે 13,400 ની કિંમતનો દારૂનો જથ્થો તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતની ગાડી અને કુલ મળીને 3,13,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગાડીમાં બેઠેલ જયેશભાઈ મોહનભાઈ પરમાર (24) અને મોહિત હસમુખભાઈ પરમાર (20) રહે. બંને બસ સ્ટેશન પાછળ હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને આ બંને શખ્સ પાસેથી ગાડીમાંથી મળી આવેલ દારૂનો જથ્થો તે ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવા જતા હતા તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
હળવદ તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિયમમાં હતી ત્યારે હળવદમાં એસ્ટ્રોન પેપર મીલ થી લીલાપર ગામ તરફ જવાના રસ્તા ઉપર પોલીસની ટીમ ઉભી હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલ ઇકો ગાડી નંબર જીજે 36 એલ 2286 ને રોકવા માટે થઈને કહ્યું હતું જોકે કારના ચાલાકે તેનું વાહન રોકવાના બદલે ત્યાંથી મારી મૂક્યું હતું જેથી પોલીસે તેનો પીછો કરતા ઇકો ગાડીનો ચાલક પોતાનું વાહન આગળ જઈને રેઢું મૂકીને નાસી છૂટ્યો હતો જેથી કરીને પોલીસે રેઢી મળી આવેલ ઇકો ગાડીને ચેક કરતા તેમાંથી દારૂની 86 બોટલો તેમજ બિયરના જુદી જુદી બ્રાન્ડના 167 ટિન મળી આવ્યા હતા જેથી કરીને 25,300 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો તેમજ ત્રણ લાખ રૂપિયાની કાર આમ કુલ મળીને 3,25,300 નો મુદ્દામાલ કબજે કર્યો છે. અને ઇકો ગાડીના ચાલકની સામે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.