મોરબીના રામધન આશ્રમે સોમવારે સ્વ.કવિ જુગતરામ વ્યાસ રચિત ‘જુગત કાવ્ય ઝરણી’ પુસ્તકનું વિમોચન
ટંકારાના ટોળ ગામે સરકારી જમીનમાં મકાન, કૂવો બનાવીને રસ્તાને બંધ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
SHARE
ટંકારાના ટોળ ગામે સરકારી જમીનમાં મકાન, કૂવો બનાવીને રસ્તાને બંધ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
ટંકારા તાલુકાનાં ટોળ ગામે સરકારી જમીનમાં મકાન અને કૂવો બનાવીને તેમજ રસ્તાને બંધ કરી નાખનારા શખ્સની સામે ટંકારાના મામલતદાર દ્વારા ફરિયાદ નોધાવવામાં આવી છે જેના આધારે પોલીસે હાલમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના મામલતદાર નરેન્દ્ર પુંજાભાઇ શુકલ (ઉ.૫૫)એ હાલમાં ફતેમામદ જીવાભાઇ ગઢવાળા રહે. ટોળ તાલુકો ટંકારા વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, છેલ્લા દશેક વર્ષથી આજદીન સુધી ટંકારા તાલુકાનાં ટોળ ગામે આરોપીએ અમરાપર ગામ તથા ટોળ ગામના સીમાડે અમરાપર ગામ સર્વે નં.૧૧૬ વચ્ચેથી પસાર થતો જુનો માર્ગ આવેલ હોય છે તે જુના માર્ગ (રસ્તા) ઉપર આશરે ૧૦ વર્ષથી દબાણ કરી રસ્તો બંધ કરી દીધેલ છે તેમજ ટોળ ગામે સરકારી ખરબાની જમીનમા મકાન તથા કુવો બનાવી ગેરકાયદેસર કબ્જો કરી દબાણ કરેલ છે જેથી પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩, ૪(૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કેસની તપાસ ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને સોપવામાં આવી છે