માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી એલસીબીએ ૫૦૦ લીટર દેશીદારૂ ભરેલી કાર સાથે બે ને દબોચ્યા, ત્રણની શોધખોળ ચાલુ


SHARE

















મોરબી એલસીબીએ ૫૦૦ લીટર દેશીદારૂ ભરેલી કાર સાથે બે ને દબોચ્યા, ત્રણની શોધખોળ ચાલુ
 
મોરબી એલસીબીના સ્ટાફે બાતમીના આધારે મોરબી નજીકથી ઇકો કારને અટકાવીને તેની તલાસી લેતાં તેમાંથી ૫૦૦ લિટર દેશી દારૂ મળ્યો હતો જેથી દારૂ, મોબાઇલ અને કાર સાથે હાલ બે ઇસમોની ધરપકડ કરેલ છે.તેમજ માલ મોકલનાર અને મેળવનાર સહિત કુલ ત્રણ ઈસમની પોલીસે શોધખોળ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.
 
મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમીના આધારે પોલીસે વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામ નજીક વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની ઇકો કાર નીકળતા તેને અટકાવીને કારની તલાસી લેવામાં આવતા કારમાંથી ૫૦૦ લિટર દેશીદારૂ મળી આવ્યો હતો જેથી કરીને રૂ ૧૦,૦૦૦ ની કિંમતના દેશીદારૂ તેમજ ત્રણ મોબાઇલ કિંમત રૂા.નવ હજાર અને રૂપિયા બે લાખની કાર એમ કુલ મળીને રૂા.૨.૧૯ લાખની મતા સાથે મળી આવેલા મુન્ના ધરમશી માલકીયા (૩૪) તેમજ અમિત અશોક ઉકેડીયા (૩૪) ની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેઓ આ "માલ" બળવંત જીવણ સાપરાના કહેવાથી ભરત કાઢી પાસેથી લઇને ભરત ઝિંઝુવાડીયા પહોંચાડવાના હતા.હાલ પોલીસે મુન્ના ધરમશી માલકિયા, અમીત અશોક ઉમરેટિયા, બળવંત જીવણ સાપરા, ભરત કાઠી અને ભરત ઝિંઝુવાડીયા રહે.ડાકવડલા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.અત્રે નોંધનીય છે કે મોરબીના માળિયા પંથકમાંથી, સુરેન્દ્રનગર જિલ્લામાંથી અને ખાસ કરીને ચોટીલાના નાળીયેરી પંથકમાંથી ભારે મોટી માત્રામાં દૈનિક દેશીદારૂનો જથ્થો મોરબીમાં ઢાલવવામાં આવે છે.
 
વાહન અકસ્માતમાં ઈજા
 
મોરબીમાં રોયલ પાર્ક વિસ્તારમાં રહેતો હરેશભાઈ વાલજીભાઈ કાંજીયા નામનો ચાલીસ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં બાઈકની આડે કુતરુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું.જેથી ઈજાગ્રસ્ત થયેલા હરેશભાઈ કાંજીયાને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા અનસોયાબેન ભરતભાઈ જાદવ નામની મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા તે દરમિયાન બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત થયેલા અનસોયાબેન જાદવને પણ સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબી તાલુકાના ચાંચાપર ગામે કોઈ ઝેરી જનાવર કરડી જવાથી હેતલબેન નિતેશભાઇ ચાવડા નામની ૨૦ વર્ષીય યુવતીને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવી હતી.



Latest News