માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે સોમવારે સ્વ.કવિ જુગતરામ વ્યાસ રચિત ‘જુગત કાવ્ય ઝરણી’ પુસ્તકનું વિમોચન


SHARE

















મોરબીના રામધન આશ્રમે સોમવારે સ્વ.કવિ જુગતરામ વ્યાસ રચિત ‘જુગત કાવ્ય ઝરણી’ પુસ્તકનું વિમોચન

મોરબી તાલુકાના વિરપરડા ગામનાં સ્વ. કવિ જુગતરામ મણીશંકર વ્યાસ રચિત ‘જુગત કાવ્ય ઝરણી’ નામના ૭૦૦ પાનાના પુસ્તકના વિમોચનના કાર્યક્રમનું આયોજન સોમવારે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે રાખવામાં આવેલ છે.જેમાં નકલંક મંદીર-બગથળાના મહંત પુ.દામજી ભગતના હસ્તે વિમોચન કરાશે.પુસ્તક વિમોચનનો કાર્યક્રમ હંસરાજભાઈ છગનભાઈ ગામી (બિલ્ડર્સ, ‘સ્વરાંગન’ સંગીત અને સાહિત્ય પ્રોત્સાહક) અને ડૉ.શિવધનભાઈ જુ.વ્યાસ (લેખક-કવિ) દ્વારા યોજવામાં આવ્યો છે.આ કાર્યક્રમમાં મહંત દામજી ભગત (નકલંક મંદીર-બગથળા)ના હસ્તે વિમોચન કરશે.

આગામી તા.૧ ને સોમવારે બપોરે ૩ વાગ્યે આયોજીત આ કાર્યક્રમમાં માનવંતા મહેમાનો પધારશે તેમજ આમંત્રિત કવિઓ તેમજ વિદ્વાન વકતાઓ તેમની પવિત્રવાણીનો લાભ આપશે. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન સ્વ.કવિના જયેષ્ઠ પુત્ર ડો.શિવધનભાઈ (લેખક- કવિ) વ્યાસ કરશે. તો સુચારુ સંચાલનની જવાબદારી સ્વ.કવિના લઘુપુત્ર અને સફળ વક્તા પુનિતભાઈ વ્યાસ (વીરપરડા) સંભાળશે.આર્શિવચન દામજી ભગત (નકલંક મંદીર-બગથળા), મહંત ભાવેશ્વરીબહેન (રામધન આશ્રમ-મોરબી) અને જગદીશબાપુ (કથાકાર-શિવપુર) આપશે. કાર્યક્રમ અંતર્ગત રાત્રે ૮ વાગ્યે રામધન આશ્રમ ખાતે ભગવતી આશ્રિત બજરંગ ભવાઈ મંડળ દ્વારા લોકભવાઈ ભજવાશે.જેમાં કવિ જુગતરામભાઈ વ્યાસની કલમે લખાયેલ અને લોકપ્રિયતાના શિખર પર પહોંચેલ ‘રાંકનું રતન' યાને વીર પોરસાવાળો નામનું નાટક ભજવાશે.જેમાં નાયક તરીકે બાબુલાલ કાનજીભાઈ વ્યાસ અને ચારણ કવિનું મુખ્ય પાત્ર ડૉ. શિવધનભાઈ જુ. વ્યાસ ભજવશે. તો લોકનાટય પ્રેમીને પધારવા આયોજકોએ આમંત્રણ પાઠવ્યુ છે.

સૌરાષ્ટ્ર યુનિ. ના નિર્ણયને આવકાર્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અભ્યાસ ક્રમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા અને રામચરિત માનસનો સમાવેશ કરવાના નિર્ણયને આવકાર્યો છે. મોરબીના શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર ડી.દવે જેમણે જણાવ્યું હતું કે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું કે શ્રીમદ ભગવદ ગીતા અને રામ ચરિત માનસનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે એ નિર્ણયને હું બિરદાવું છું.અને યુવાનોમાં જીવન કેવી રીતે જીવવું, શાસ્ત્રોના વિવિધ વિચારો દ્વારા પ્રેરણા અને માર્ગદર્શન મળે ધર્મ અને અધ્યાત્મ પ્રત્યે અનુરાગ થાય, પરસ્પર, સંપ-સહકાર અને ભાઈચારાની ભાવના કેળવાય સૌમા આત્મીયતાઓ જન્મે અને આ જીવનરૂપી યાત્રા ક્ષેમયુક્ત કુશળ અને મંગલમય બની રહે એવી શુભભાવના સાથે  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.




Latest News