મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

ટંકારાના જોધપર ઝાલા ગામે ઘરમાં મગફળીના ભુકા નીચેથી દારૂની 82 બોટલ ઝડપાઇ: આરોપીની શોધખોળ


SHARE





























ટંકારાના જોધપર ઝાલા ગામે ઘરમાં મગફળીના ભુકા નીચેથી દારૂની 82 બોટલ ઝડપાઇ: આરોપીની શોધખોળ

ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામે રહેતા શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 82 બોટલો મળી આવતા 27,880 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જો કે, પોલીસે દારૂની રેડ કરી ત્યારે આરોપી ઘરમાં હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામે રહેતા જયપાલસિંહ ખુમાનસિંહ ઝાલાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 82 બોટલો ઘરમાં બનાવવામાં આવેલ એક ઢારીયામાં મગફળીના ભુકાની નીચેથી મળી આવી હતી જેથી પોલીસે 27,880 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી ત્યારે આરોપી જયપાલસિંહ ખુમાનસિંહ ઝાલા ઘરમાં હાજર ન હોવાથી પોલીસે તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મારામારીમાં ઇજા

મોરબીમાં દલવાડી સર્કલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મહેશ ભીખુભાઈ બારોટ (45) નામના યુવાનને ઇજાઓ થઈ હતી અને જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યો બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

બાઇક સ્લીપ

મોરબીના લખધીરનગર ગામે રહેતા મનસુખભાઈ લક્ષ્મણભાઈ સોલંકી (48) નામનો યુવાન બાઈક લઈને પોતાના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી તે યુવાનને ઇજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
















Latest News