મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

ટંકારાના હમીરપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત


SHARE









ટંકારાના હમીરપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત

ટંકારા તાલુકાના હમીરપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતી મહિલાએ કોઈ કારણોસર કપાસમાં નાખવાની દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નિપજયુ હતું ત્યારબાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હમીરપર ગામે દિનેશભાઈ રતનાપરાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મોહલીબેન મોનસિંગભાઈ ચંગળીયા જાતે અનુ. જન જાતિ (45) નામની મહિલા વાડીએ હતી ત્યારે ત્યાં કોઈપણ કારણોસર તે કપાસમાં નાખવાની દવા પી જતા તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મહિલા સારવારમાં

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ મોર્ડન હોલ પાસે યદુનંદનમાં રહેતા કોમલબેન પરેશભાઈ (23) નામના મહિલા કોઈ કારણોસર ઘરમાં ટોયલેટ ક્લીનર પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

વીજ શોર્ટ લાગ્યો

મોરબીમાં આવેલ નાની બજારમાં રહેતા રૂપેશ સંતોષભાઈ શાહ (18) નામના યુવાનને ઘરે હતો ત્યારે ત્યાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News