હળવદમાં નવા વેગડવાવ ગામે શાળામાં ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં અયોધ્યાપુરી મેઇન રોડે ગટર જીવલેણ સાબિત થાય તે પહેલા કામ કરો: વેપારી
SHARE
મોરબીમાં અયોધ્યાપુરી મેઇન રોડે ગટર જીવલેણ સાબિત થાય તે પહેલા કામ કરો: વેપારી
મોરબીના જુદા જુદા વિસ્તારમાં ઘણી જગ્યાએ ગટરની કુંડીઓના ઢાંકણા તૂટી ગયા છે અથવા તો ઢાંકણા ન હોવાના કારણે ગટરની કુંડીઓ ખુલી પડી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે જેને લઈને વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ નગરપાલિકા તંત્ર દ્વારા ગટરના ઢાંકણા ફિટ કરવા માટેની કાર્યવાહી હાથ ઉપર લેવામાં આવી છે જોકે મોરબી શહેરમાં સતત ટ્રાફિકથી ધમધમતા અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ જીવનદીપ હોસ્પિટલની સામેના ભાગમાં રસ્તા ઉપર નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ શકે તે પ્રકારની ગટર આવેલ છે અને ત્યાં લોખંડની જાળી મૂકવામાં આવી છે જો કે, તે જાળી પણ છેલ્લા ઘણા સમયથી તૂટી ગયેલ છે જેથી કરીને ગમે ત્યારે ચોમાસામાં વરસાદ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ રાહદારી અથવા તો વાહન ચાલક માટે આ ગટર જીવલેણ સાબિત થઈ શકે તેવી શક્યતાઓ છે. જેથી જવાબદાર અધિકારી દ્વારા ત્યાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક વેપારીઓ સહિતના લોકોની માંગણી ઉઠી છે.