મોરબીમાં ચા ની કેબીનની પાછળ લાકડા સાથે દોરી બાંધીને યુવાને અણધાર્યું પગલું ભરી લીધું
મોરબીમાં રસ્તાના ડખ્ખામાં હવે જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી સહિત ચાર સામે હુમલાની ફરિયાદ
SHARE
મોરબીમાં રસ્તાના ડખ્ખામાં હવે જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી સહિત ચાર સામે હુમલાની ફરિયાદ
મોરબીમાં ગોકુલનગર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે ગઈકાલે મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી દ્વારા 11 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારબાદ હાલમાં સામાપક્ષેથી મહિલાએ જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ગોકુલનગર શેરી નં-21 માં રહેતા કિરણબેન રતિલાલ ડાભી (27)એ હાલમાં મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રીએ રોહિતભાઈ શામજીભાઈ કંઝારીયા, સંજયભાઈ ગોવિંદભાઈ કંઝારીયા, રમેશભાઈ ગોવિંદભાઈ કંઝારીયા, અને હરેશભાઈ રહે. બધા ગોકુલનગર પાછળ જાગાની વાડી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, રોહિતભાઈ અને સંજયભાઈએ ફરિયાદીના પતિ સાથે રસ્તો મોટો કરવા બાબતે બોલાચાલી કરી હતી દરમિયાન રમેશભાઈ અને હરેશભાઈએ ત્યાં આવ્યા હતા અને ફરિયાદીના પતિ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી ત્યારે રોહિત કંઝારીયાએ ફરિયાદીના પતિને ધારિયાનો ઊંધો ભાગ માથાના ભાગે માર્યો હતો જ્યારે સંજયભાઈએ કુહાડીની બુંધરાવટીનો ભાગ ડાબા પગના ભાગે માર્યો હતો તેમજ ચંપાબેનને કુહાડીના હાથા વડે કોણીના ભાગે માર મારીને ઇજા કરી હતી તથા ફરિયાદીના જેઠાણી લાભુબેનને રોહિત કંઝારીયાએ ધારિયા વતી પગના ભાગે ઇજા કરી હતી અને લીલાબેનને માથાના ભાગે ઊંધું ધારિયું મારીને ઇજા કરી હતી તેમજ પથ્થરના છૂટા ઘા કરીને ફરિયાદી અને સાહેદોને ઈજા કરવામાં આવી હોય ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી સહિતના ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે રોહિત કંજારીયા ચાર મહિલા સહિત 11 વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવેલ હોય પોલીસે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.