મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ચા ની કેબીનની પાછળ લાકડા સાથે દોરી બાંધીને યુવાને અણધાર્યું પગલું ભરી લીધું


SHARE









મોરબીમાં ચા ની કેબીનની પાછળ લાકડા સાથે દોરી બાંધીને યુવાને અણધાર્યું પગલું ભરી લીધું

મોરબીમાં આવેલ અવની ચોકડી પાસે ચાની કેબીનની પાછળના ભાગમાં લાકડા સાથે દોરી બાંધીને યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ યુવાનને માનસિક તકલીફ હોય તેને આવેશમાં આવીને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ અવની ચોકડી પાસે સંકલ્પ એપાર્ટમેન્ટની સામેના ભાગમાં ચામુંડા ટી સ્ટોલ નામની કેબીનની પાછળ લાકડામાં દોરી બાંધીને કનભાઈ જેવડેભાઈ કામી જાતે બીક (38) રહે. હાલ ટીન એપાર્ટમેન્ટ નરસંગ ટેકરી મંદિર પાસે મૂળ રહે નેપાળ વાળાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતકના પરિવાર દ્વારા આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતકના પરિવાર પાસેથી પોલીસને મળેલી વિગત મુજબ છેલ્લા ત્રણેક મહિનાથી મૃતક યુવાનને માનસિક તકલીફ હોય તે માનસિક તકલીફના કારણે આવેશમાં આવી જઈને આ પગલું ભર્યું છે તેવી વિગત સામે આવી છે જેથી પોલીસે તે અંગેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News