હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના આરો પ્લાન્ટના રૂમમાં યુવાને અંતિમ પગલુ ભર્યુ


SHARE







વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના આરો પ્લાન્ટના રૂમમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના આરો પ્લાન્ટના રૂમની અંદર યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને અપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ બિહારનો રહેવાસી અને હાલમાં મોરબીના માટેલ રોડ પર આવેલ ગ્રીન સ્ટોન સિરામિક કારખાનામાં લેબર ક્વાર્ટર માં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન વિક્રમ રાજુ શાહ જાતે તૈલી (23) નામનો યુવાન કારખાનામાં હતો ત્યારે કારખાનામાં આરો પ્લાન્ટના રૂમની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને તેને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે યુવાનના મૃતદેહને વાંકાનેર ની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની રાજુભાઈ માલકીયા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News