જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક હાઇવે ઉપર યુવાનને કચડી નાખનારા ટ્રક ચાલક સામે નોંધાયો ગુનો


SHARE













વાંકાનેર નજીક હાઇવે ઉપર યુવાનને કચડી નાખનારા ટ્રક ચાલક સામે નોંધાયો ગુનો

વાંકાનેરના ચંદ્રપુર પાસે નૂર પ્લાઝા કોમ્પ્લેક્સની સામે નેશનલ હાઈવે રોડ ઉપરથી સાયકલ લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને ટ્રકના ચાલકે તેની સાઇકલને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે સ્થળ ઉપર વાહન મૂકીને પોલીસ સ્ટેશનને પહોંચી ગયેલા ટ્રક ચાલકની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા ગુલામરસુલ સુલેમાનભાઈ રતનિયા (34)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર આરજે 4 જીસી 3272 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેરના ચંદ્રપુર નજીક નૂર પ્લાઝા કોમ્પલેક્ષ સામે નેશનલ હાઇવે રોડ ઉપરથી તેનો ભાઈ અકબરભાઈ સલેમાનભાઈ રતનિયા (25) સાયકલ ચલાવીને વાંકાનેરથી કેરાળા ઘરે જઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે પૂર ઝડપે તેનું વાહન ચલાવીને ફરિયાદીના ભાઈની સાયકલને લીધી હતી અને ટ્રકનો પાછળનો જોટો ફરિયાદીના ભાઈના શરીર ઉપરથી ફરી વળતા તેને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. ત્યારે ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા માટે ગયો હતો અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માત બનાવવામાં ધરપકડ

મોરબીના નાની વાવડી ગામ નજીક અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ટુ-વ્હીલર ચાલકને છોટા હાથીના ચાલાકે હડફેટ  લેતા યુવાનનું મોત નીપજ્યું હતો.થોડા સમય પહેલા નાની વાવડી ગામે મારવાડી યુવાન કે જે મિસ્ત્રી કામ કરતો હતો તે બાઈક લઈને જતો હતો.ત્યારે તેના બાઇકને અજાણ્યા છોટા હાથીના ચાલકે હડફેટ લેતા અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં યુવાનનું મોત થતા તે અંગે નોંધાયેલી ફરિયાદમાં એ ડીવિઝન પોલીસ મથકના પીએસઆઈ કરકર અને રાઇટર ધ્રુવરાજસિંહ દ્વારા તપાસ ચલાવીને અકસ્માત સર્જી ભાગી છુટેલા નરેશ ઉર્ફે નરીયો દિલીપભાઈ પટેલિયા જાતે ઠાકોર (26) રહે.ખોડીયાર પાર્ટી પ્લોટ નજીક લેવલ અપ ગેમ ઝોન પાસે એસપી રોડ મોરબી મૂળ રહે.પંચમહાલ વાળાની ફેટલના ગુનામાં ધરપકડ કરી હતી.
 
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામે રહેતા અને મજૂરી કામ કરતા નરસિંગ ચિત્તમલભાઈ ગોઠવાલ (ઉમર 35) વાળાને ભરતનગર ગામ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી.જેથી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.બનાવ અંગે તાલુકા પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયાએ તપાસ કરી હતી.





Latest News