મોરબી જિલ્લાના ટંકારામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું સેન્ટર આપવાની માંગ
SHARE
મોરબી જિલ્લાના ટંકારામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું સેન્ટર આપવાની માંગ
સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામા આવે છે તેના માટેનું રજીસ્ટ્રેશન હાલમાં કરવામાં આવી રહયું છે જેમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં સૌથી વધુ ખેડૂતોએ નામ નોંધાવ્યા છે જો કે, ત્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે સેન્ટર ફાળવવા આવેલ નથી જેથી ખેડૂતો હેરાન થાય છે ત્યારે ભારતીય કિસાન સંઘે કલેકટરને ટંકારામાં સેન્ટર આપવાની રજૂઆત કરેલ છે
મોરબી જિલ્લામાં કુલ ૯૨૨૫ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે તેમાંથી ટંકારામાં ૫૩૬૦, માળીયાના ૨૫૦, મોરબીના ૧૪૧૫, વાંકાનેરના ૨૫૧ અને હળવદ તાલુકા મા ૧૯૪૯ ખેડૂતોનો સમાવેશ થાય છે અને સૌથી વધુ ટંકારા તાલુકાના ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે પરંતુ ટંકારા તાલુકામાં એપીએમસીની વ્યવસ્થા નથી અને ખેડૂતોને પોતાની મગફળી લઈ મોરબી સેન્ટર સુધી આવવું પડે છે જેથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે કિસાન સંઘે ટંકારા તાલુકાની ખરીદી ટંકારા સેન્ટર પર જ થાય તેવી વ્યવસ્થા કરવા માંગ કરેલ છે