મોરબી જિલ્લાના ટંકારામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું સેન્ટર આપવાની માંગ
સરકાર દ્વારા સમિતિની રચના કરતાં પોલીસે હર્ષની લાગણીમાં આતિશબાજી કરી: રેન્જ આઇજી સંદીપસિંહ
SHARE









સરકાર દ્વારા સમિતિની રચના કરતાં પોલીસે હર્ષની લાગણીમાં આતિશબાજી કરી: રેન્જ આઇજી સંદીપસિંહ
રાજકોટ રેન્જમાં આવતા જુદાજુદા જિલ્લાના પોલીસ કર્મચારીઓની સામે હાલમાં જ્યારે ગ્રેડ પે ને લઈને આંદોલન કરવામાં આવ્યું હતું તેના ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે ત્યારે વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે પોલીસ કર્મચારીઓ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી જે સંદર્ભે રેન્જ આઇજીને પૂછતાં તેમણે જણાવ્યું કે મોરબીના પોલીસ કર્મચારીઓ દ્વારા ગુજરાત સરકાર દ્વારા જે સમિતિની રચના કરવામાં આવી છે જેને લઇને હર્ષની લાગણીમાં ઉજવણી કરવામાં આવી હતી
મોરબી જીલ્લામાં પોલીસની કામગીરીનું ઇન્સ્પેક્શન અને સમીક્ષા માટે રેન્જ આઇજી સંદીપસિંહ દ્વારા મોરબી જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેની સાથોસાથ એલસીબી, એસઓજી સહિતની બ્રાંચના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તેની પણ સમિક્ષા કરવામાં આવી હતી અને પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતુ કે, મોરબી જિલ્લાની અંદર ધાડના ગુનામાં ૬૭ ટકાનો ઘટાડો થયો છે, શરીર સંબંધી ગુનામાં ૧૭ ટકાનો ઘટાડો થયો છે, રોયલ્ટીને લગતા ગુનામાં ૫૬ ટકાનો ઘટાડો થયો છે અને જુદા જુદા ગુના ની અંદર આરોપીઓની અટકાયત કરવાની કામગીરીમાં પોલીસ દ્વારા ૫૪ ટકા જેટલો વધારો કરવામાં આવે છે
રાજકોટ રેન્જ વિસ્તારની અંદર આવતા જુદા જુદા જિલ્લાની અંદર પોલીસ કર્મચારીઓની સામે આજે આંદોલન મુદે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે ત્યારે હાલમાં પોલીસ જવાનોએ એસપી કચેરીએ અતિશબાજી કરી હતી તેને લઈને પુછવામાં આવતા તેઓએ કહ્યું હતું કે, પોલીસ કર્મચારીઓ સરકારે જે સમિતિની રચના કરી છે તેને લઈને હર્ષની લાગણી સાથે ઉજવણી કરી હતી અને મોરબી જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પોલીસ કર્મચારીઓ દ્વારા ફટાકડા ફોડી અને મોં મીઠા કરાવીને તેની ઉજવણી કરવામાં આવી હતી
વધુમાં માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં દિવાળીનું પર્વ છે ઘણા બધા લોકો પોતાના ઘર બંધ કરીને હરવા કરવા માટે જતા હોય છે ત્યારે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે તે માટે પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવશે તેની સાથોસાથ ટ્રાફિકના પ્રશ્નોને ઉકેલવા માટે થઈને ૪૭ નાકા પોઇન્ટ નક્કી કરવામાં આવેલ છે અને ૧૨ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે
