મોરબીમાં શનિવારે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય લોકડાયરો
SHARE









મોરબીમાં શનિવારે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય લોકડાયરો
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત જુદાજુદા કાર્યક્રમો યોજી રહ્યા છે ત્યારે મોરબીમાં અમૃતપાર્ક સોસાયટીમાં શનિવારે રાત્રે ભવ્ય લોકડાયરો યોજાશે અને તેનું આયોજન રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા કરવામાં આવ્યું છે
મોરબીમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત શનિવારે લોક ડાયરો યોજાનાર છે આ લોક ડાયરો રાત્રે ૯ કલાકે અમૃત પાર્ક સોસાયટી, સેન્ટમેરી સ્કૂલ પાછળ, નવલખી રોડ, મોરબી ખાતે યોજાશે અને લોકડાયરામાં ભજનીક ભાવેશ પટેલ, સાહિત્યકાર અને હાસ્ય કલાકાર દેવેન વ્યાસ, લોક સાહિત્યકાર રાજભા ગઢવી, લોકગાયક નિતીનભા ગઢવી, સિંધાભાઈ ભરવાડ, મહેશ મારાજ, પ્રવીણ મહારાજ અને મંજીરાના માણીગર રામભાઈ પ્રજાપતિ પોતાની કલા રજૂ કરશે તેવું દેવેનભાઇ વ્યાસે માહિતી આપતા જણાવ્યુ છે
