મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન-સંગીત સંધ્યાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૭ મી જન્મજયંતિએ પંચવિધ કાર્યક્રમનું આયોજન કચ્છના સુખપર (રોહા) ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સ્નેહમિલન-ડાયરાનો કાર્યક્રમ યોજાયો મોરબી જીલ્લામાં ઉદ્યોગ સાહસિકોને વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ નું માર્ગદર્શન અને સહાય-સબસિડીની માહિતી આપવા માટે સેમિનાર યોજાયો મોરબીના ટીંબડી ગામના સોલંકી પરિવાર માટે ડો. આંબેડકર આવાસ યોજના બની આશીર્વાદ મોરબી: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ (NFSA) અંતર્ગત પાત્ર પરિવારોને રાહતદરે અનાજનો લાભ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દુકાનમાં લાકડાની રજી આવતી હોય મિસ્ત્રી કામ કરતા યુવાનને પિતા-પુત્રએ માર માર્યો


SHARE































વાંકાનેરમાં દુકાનમાં લાકડાની રજી આવતી હોય મિસ્ત્રી કામ કરતા યુવાનને પિતા-પુત્રએ માર માર્યો

વાંકાનેરમાં મિસ્ત્રી કામ કરતો યુવાન પોતાની દુકાન પાસે પ્લાયવુડ કાપતો હતો ત્યારે બાજુમાં દુકાન ધરાવતા વેપારી અને તેના દીકરે યુવાન પાસે આવીને પ્લાયવુડ દુકાનની અંદર કાપવાનું કહ્યું હતું અને ત્યાર બાદ “તું દરરોજ અમારી દુકાનમાં રજી ઉડાવે છે” તેવું કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યાં પડેલ લાકડી વડે ફરિયાદીને માથામાં માર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાનને સારવાર માટે લઈને ગયા હતા ત્યારબાદ તેણે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રહેતા અને મિસ્ત્રી કામ કરતા તોફીકઅખ્તરભાઈ અલીભાઈ માણસિયા (૩૮)એ હાલમાં ભુપેન્દ્રભાઈ ચંદુભાઈ કુમખાણીયાઅને ચંદુભાઈ રામજીભાઈ કુમખાણીયા રહે. બંને જીનપરા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તમે જણાવ્યું છે કે ચંદ્રપુર ગામે એબીસી એગ્રો બિઝનેસ સેન્ટરની આગળ ડિજિટલ પ્લાય નામની તેની દુકાન આવેલ છે અને તે ફરિયાદી પોતાની દુકાન પાસે પ્લાયવુડ કાપતો હતો ત્યારે આરોપીઓની બાજુમાં દુકાન આવેલ હોય તેણે ફરિયાદી પાસે આવીને દુકાનમાં રજી ઉડે છે જેથી પ્લાયવુડ દુકાનની અંદર કાપવું તેવું કહ્યું હતું જેથી ફરિયાદીએ “સારુ અંદર કામ કરીશ” તેવું કહ્યું હતું ત્યારે આરોપીઓએ “તું દરરોજ અમારી દુકાનમાં રજી ઉડાવે છે” એવું કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યાં દુકાનમાં પડેલ લાકડી વડે ફરિયાદીને માથાના ભાગે માર માર્યો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને ભુપેન્દ્રભાઈ અને તેના પિતા ચંદુભાઈની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી છે.

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતો કુંડારીયા દિલીપભાઈ વલમજીભાઇ (45) નામનો યુવાન ઊંચી માંડલ ગામ વચ્ચેથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થતા અકસ્માત થયો હતો જેમાં તેને ઇજા થતાં સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.












Latest News