વાંકાનેરમાં દુકાનમાં લાકડાની રજી આવતી હોય મિસ્ત્રી કામ કરતા યુવાનને પિતા-પુત્રએ માર માર્યો
વાંકાનેરના ભલગામ નજીક આઇસરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડ સારવારમાં
SHARE
વાંકાનેરના ભલગામ નજીક આઇસરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડ સારવારમાં
વાંકાનેરના ભલગામ અને મેસરીયા ગામના પાટીયા પાસે બાઈક ચાલક આધેડને આઇસરના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં આધેડને ખભા, પાંસળી અને માથાના ભાગે ઇજા થઇ હોવાથી ઇજા પામેલા આધેડને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ તેના દીકરાએ આઇસરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના વીસીપરામાં રામકૃષ્ણ પોટરી સામે રહેતા મયુરભાઈ રામજીભાઈ ડાભી (24) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મિનેષભાઈ ચંદુભાઈ માવી (22) રહે. હાલ સોમનાથ હોટલ રંગપર ગામ પાસે વાંકાનેર મૂળ રહે એમપી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના પિતા તેનું બાઇક નંબર જીજે 3 કેએસ 5058 લઈને ભલગામથી મેસરીયા ગામના પાટીયા વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ તેના હવાલા વાળું આઇસર જીજે 36 વી 3611 થી તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ફરિયાદીના પિતા રામજીભાઈ દેવશીભાઈ ડાભીને ખભા, પાંસળી અને માથાના ભાગે ઇજાઓ થઈ હતી અને અકસ્માત સર્જીને આઇસર ચાલક પોતાના હવાલા વાળું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો હાલમાં ભોગ બનેલા આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇસર ચાલકની સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બાઇક સ્લીપ
મોરબીના નવી પીપળી ગામે રહેતા દેત્રોજા રશ્મિ રમેશભાઈ (44) બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થતાં અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી.