મોરબીના ઉંચી માંડલ પાસે ક્રુઝર ગાડી પલટી જતાં ઇજા પામેલા ચાર યુવાન સારવારમાં
મોરબીમાં રવાપર ગામે ફ્લેટમાં જુગાર રમતા 10 પકડાયા
SHARE
મોરબીમાં રવાપર ગામે ફ્લેટમાં જુગાર રમતા 10 પકડાયા
મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમીને આધારે સ્ટાફે રવાપર ગામે આવેલ ગોલ્ડન માર્કેટની સામે શુભમ એપાર્ટમેન્ટના ફ્લેટમાં રેડ કરી હતી ત્યારે ત્યાં ઘરધણી સહિત 10 લોકો જુગાર રમતા મળી આવતા રૂપિયા 1,31,500 ની મત્તા સાથે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેડ કરવામાં આવી ત્યારે ઘરધણી સહિતનાઓ જુગાર રમતા મળી આવ્યા હોય હાલમાં ઘરધણી કાંતીલાલ માવજીભાઈ દેલવાડીયા જાતે પટેલ (ઉ.વ.૫૦) રહે.શુભમ એપાર્ટમેન્ટ ફ્લેટ ર૦૧ રવાપર ગોલ્ડન માર્કેટ સામે શક્તિપાન વાળી શેરી, રાજ કાંતીલાલ દેલવાડીયા જાતે પટેલ (ઉ.વ.ર૧) રહે.શુભમ એપાર્ટમેન્ટ રવાપર ગામ ગોલ્ડન માર્કેટ સામે, ભરતભાઈ રામજીભાઈ બાવરવા જાતે પટેલ (ઉ.વ.૩૭) રહે કન્યા છાત્રાલય રો ચિત્રકુટ સોસાયટી મુળ રહે જીકીયારી, દિલીપભાઈ રણછોડભાઈ દેત્રોજા જાતે પટેલ (ઉ.વ.૪૩) રહે. રવાપર તળાવની બાજુમાં મુળ રહે.નીચી માંડલ, રમેશભાઈ ભીખાભાઇ દસાડીયા જાતે પટેલ (ઉ.વ.૪૧) રહે. રવાપર ગોલ્ડન માર્કેટ સામે શુભમ એપાર્ટમેન્ટ, વિપુલભાઈ જયંતીભાઈ જોલાપરા જાતે મિસ્ત્રી (ઉ.વ.૪૭) રહે ઉમીયાનગર યોગી એપાર્ટમેન્ટ રવાપર ઘુનડા રોડ, મહેન્દ્રભાઇ મનજીભાઈ બાવરવા જાતે પટેલ (ઉ.વ.૪ર) રહે નવા બસ સ્ટેન્ડ સામે સરસ્વતી સોસાયટી સ્વસ્તીક ટાવર, કલ્પેશભાઈ લાલજીભાઈ સાવરીયા જાતે પટેલ (ઉ.વ.૩૪) રહે ઉમીયા સોસાયટી વાવડી રોડ, હિરલભાઈ ભુદરભાઈ ઠોરીયા જાતે પટેલ (ઉ.વ.૩૨) રહે ગોલ્ડન માર્કેટની બાજુમાં શ્યામ પાર્ક મોરબી મુળ રહે.તરઘડી તા.માળીયા અને શનીભાઈ કાંતીભાઈ લીંબાણી જાતે વાણંદ (ઉ.વ.૩૦) રહે માધવ એપાર્ટમેન્ટ ગોલ્ડન માર્કેટની બાજુમા રવાપર ઘુનડા રોડ વાળાઓને બહારથી બોલાવીને ઘરધણી પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક ફલેટમાં જુગારના સાધનો પુર પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી તીન પતીનો હારજીતનો જુગાર રમતા રમાડતા મળી આવતા તમામની રોકડા રૂા.૧,૩૧,૫૦૦ ના મુદામાલ સાથે પકડાતા ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીમાં આવેલ નાની માધાણી શેરીમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે જયદીપભાઇ હરેશભાઈ બારડ (22), સાગરભાઇ હરેશભાઈ બારડ (22) અને હરેશભાઈ હીરાભાઈ બારડ (47), મહેશભાઈ હીરાભાઈ બારડ (35) અને ફેનીલભાઈ નીતિનભાઈ મોદી (27)રહે. પાંચેય નાની માધાણી શેરી, નિખીલભાઈ રાજેશભાઈ સોલંકી (23) રહે. રણછોડનગર મોરબી, સંદીપ બળવંતભાઈ ચૌહાણ (32), હરપાલસિંહ દેવરાજસિંહ રાઠોડ (22) અને અમિતભાઈ મનુભાઈ તુવેર (45) રહે ખત્રિવાડ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 6,850 ની રોકડ કબજે કરી હતી અને આવી જ રીતે જુગારની ત્રીજી રેડ મોરબીના ગોકુલનગર વિસ્તારમાં કરવામાં આવી હતી ત્યારે વિનુ વલકુ સોલંકી (46), કમલેશ નરશીભાઈ આંબલીયા (25), મનીષ સોલંકી અને કિરણ દેવીપુજક જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૬૬૦ ની રોકડ કબજે કરી એ ડિવિઝનમાં ગુનો નોંધેલ છે.