મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં મૃતક મહિલાના પતિ બાદ હવે ભત્રીજાની ધરપકડ
મોરબીના ઉંચી માંડલ પાસે ક્રુઝર ગાડી પલટી જતાં ઇજા પામેલા ચાર યુવાન સારવારમાં
SHARE







મોરબીના ઉંચી માંડલ પાસે ક્રુઝર ગાડી પલટી જતાં ઇજા પામેલા ચાર યુવાન સારવારમાં
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસે ક્રુઝર ગાડી પલટી મારી ગઈ હતી જેથી ઇજા પામેલા ચાર યુવાનોને સારવારમાં ખસેડાયા છે
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસેથી પસાર થતી ક્રુઝર ગાડીના ચાલકે તેના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેથી કરીને ગાડી પલટી મારી ગઈ હતી અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે અકસ્માતના બનાવમાં સિકંદર જાનમહમદ કટિયા (25), રવિ પીતાંબરદાસ (24), બળદેવભાઈ જગદીશભાઈ કુવાડીયા (30) અને ચેતન ભગવાનભાઈ (28) રહે. બધા ઇન્દીરાનગર વાળાને ઇજાઓ થઈ હોવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.ડી. ખાચર ચલાવી રહ્યા છે
મારા મારીમાં ઇજા
મોરબીના લાલપર ગામ નજીક સિરામિક કારખાનામાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં નિતીન બાવજીભાઈ સોલંકી (23) અને લક્ષ્મીબેન બાવજીભાઈ સોલંકી (28) નામના બે વ્યક્તિઓને ઈજા થઈ હતી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જુગાર
મોરબીના લાભનગર વિસ્તારમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જીગ્નેશ ગણપતભાઈ જોશી, ધીરુભાઈ વશરામભાઈ વડગામા, ધર્મેન્દ્રભાઈ પ્રેમજીભાઈ પરમાર, પ્રવીણભાઈ હમીરભાઇ ભારાઈ અને મનુભાઈ બાલાભાઈ આવસુરા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 3250 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
ઝેરી અસર
મોરબી તાલુકાના ચાચાપર ગામે સુનિતાબેન સરદારભાઈ બામણીયા (18) નામની યુવતીને દવા છાંટતા સમયે ઝેરી અસર થઈ હતી જેથી કરીને યુવતીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ તરીકે બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી છે
