હળવદના ઢવાણા ગામે પાણીમાં તણાયેલા પાંચ બાળકો, બે મહિલા સહિત આઠ લોકોનો 15 કલાક પછી પણ કોઈ પત્તનો નહીં !: તંત્ર ઉંધામાથે
SHARE
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઢવાણા ગામ પાસે નદીના કોઝવે ઉપરથી પાણીમાં ટ્રેક્ટર તણાઇ ગયુ હતુ. જેથી તેમાં બેઠેલા લોકોમાંથી લગભગ 17 લોકો પાણીમાં તણાયા હતા. જેથી એનડીઆરઆફ તેમજ એસડીઆરએફની ટીમોને બોલાવવામાં આવી હતી અને બચાવ રાહતની કામગીરી કરવામાં આવી રહી હતી જો કે, પાણીમાં તણાયેલા લોકોમાંથી 9 જેટલા લોકોને વહેલી સવાર સુધીમાં બચાવી લેવામાં આવેલ છે પરંતુ ઘટનાને 15 કલાક જેટલો સમય થઈ ગયેલ છે તો પણ પાંચ બાળક, બે મહિલા સહિત આઠ લોકો લાપતા છે તેને શોધવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કોણ કોણ હજુ લાપતા ?
ઢવાણા ગામ પાસે ટ્રેકટર પાણીમાં તણાઇ જવાથી જેટલા લોકો તણાયા હતા તેમાંથી આઠ જેટલા લોકો હજુ પણ લાપતા છે જેથી તેને શોધવા માટેની કવાયત જુદીજુદી ટીમો ચલાવી રહી છે. અને જે લોકો લાપતા છે તેમાં અશ્વિનભાઈ રાઠોડ (28) રહે. જોરાવરનગર, આશિષભાઈ સુરેશભાઈ બારોટ (12) રહે. નવા ઢવાણા, રાજુબેન ગણપતભાઈ બારોટ (45) રહે. નવા ઢવાણા, વિજયભાઈ સુરેશભાઈ બારોટ (19) રહે. નવા ઢવાણા, જીનલ મહેશભાઈ બારોટ (6) રહે. પાટડી, ગીતાબેન સુરેશભાઈ બારોટ (16) રહે. નવા ઢવાણા, જાનકીબેન પ્રવીણભાઈ મકવાણા (32) રહે. નવા ઢવાણા અને રામદેવ પ્રવીણભાઈ મકવાણા (14) રહે. નવા ઢવાણા વાળા નો સમાવેશ થાય છે
કોનો કોનો બચાવ થયો ?
રવિવારે રાતે જે ઘટના બની હતી તેમાં જે લોકો ટ્રેક્ટરની સાથે પાણીમાં તણાયા હતા તેમાંથી બચાવવામાં આવેલ છે લાલજી ભગાભાઈ સાકરીયા, ચમન ભીખાભાઈ જાદવ, પાંચાભાઈ લખમણભાઈ મુંધવા, મનોજ ડાયાભાઈ સોલંકી, રાહુલ ગણપતભાઈ બારોટ, કિશન ગણપતભાઈ બારોટ, લલિત અમરશીભાઈ જાદવ, મનીષા સુરેશભાઈ બારોટ અને મનસુખભાઈ જેઠાભાઈ રહે. પેઢડા તાલુકો લખતર વાળાનો સમાવેશ થાય છે તેવી માહિતી અધિકારી સૂત્રો પાસેથી મળેલ છે.
કયારે બની હતી ઘટના ?
હળવદ તાલુકામાં રવિવારે બપોરના બે વાગ્યાથી લઈને રાત્રના દસ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન હળવદ તાલુકામાં કુલ મળીને સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જેથી કરીને સ્થાનિક નદી નાળામાં વરસાદી પાણી આવી ગયા હતા. કેટલીક જગ્યાએ દુર્ઘટનાઓ બની હોવાનું સામે આવી રહ્યું છે તેવામાં રાતના ૯:૦૦ વાગ્યાના અરસામાં તાલુકાના ઢવાણા ગામ પાસે નદીના કોઝવે ઉપર પાણી આવી ગયું હતું. ત્યારે ત્યાંથી ટ્રેક્ટર પસાર થતાં ટ્રેક્ટર પાણીમાં તણાઈ ગયું હતું અને આ ટ્રેક્ટરમાં બેઠેલા 17 લોકોમાંથી આઠ લોકો બંને છેડા બાજુ પોતાની રીતે નીકળી ગયા હતા અને એક મહિલા તથા પુરુષને ફાયરની ટીમે બચાવેલ છે જો કે, બે મહિલા અને પાંચ બાળક સહિત આઠ લોકો હજુ પણ લાપતા છે
કયા અધિકારી-પદાધિકારીએ હાજર હતા ?
આ ઘટનાની જાણ થતાં હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, કલેકટર કે.બી. ઝવેરી, ડીડીઓ અને એસપી સહિતના અધિકારીઓએ ત્યાં આવી ગયા હતા અને કલેકટરે જણાવ્યુ હતું કે, ઢવાણા ગામ પાસે નદીના પાણીમાં જે ટ્રેક્ટર તણાયું હતુ તેમાં કુલ મળીને 17 લોકો બેઠેલા હતા. જે પૈકીના સાત લોકોને તુરત જ બચાવી લેવામાં આવ્યા હતા અને બે વ્યક્તિ પાણીમાંથી બૂમો પડી રહ્યા હતા તેને રેસ્ક્યુ કરીને બચાવ્યા હતા હાલમાં પણ આઠ લોકો લાપતા છે તેને શોધવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયરની ટીમ કામ કરી રહી છે. અત્રે ઉલેખનીય છે કે, આ ઘટનાને 15 કલાક જેટલો સેમી વીતી ગયેલ છે તો પણ હજુ સુધી બે મહિલા અને પાંચ બાળક સહિત કુલ આઠ લોકો હજુ પણ લાપતા છે. જેથી શોધખોળ કરવામાં આવી રહી છે અને સતત વરસાત અને પાણીના વધી રહેલા પ્રવાહના કારણે કામગીરીમાં વિઘ્ન આવી રહ્યું છે
તણાયેલા લોકો સુધી તંત્ર કેવી રિતે પહોચ્યું ?
ઢવાણા ગામ પાસે જ્યારે ટ્રેક્ટર પાણીમાં તણાવવા લાગ્યું હતું ત્યારે ટ્રેક્ટરમાં બેઠેલા લોકો બચાવવા માટે થઈને બૂમ કરવા લાગ્યા હતા પરંતુ કોઈ તરફથી તેઓને મદદ મળી શકે તેમ ન હતી અને પાણીની થપાટ લાગતાની સાથે જ ટ્રેક્ટર કોઝવે ઉપર થી નીચેના ભાગમાં પડી ગયું હતું અને તે ટ્રેક્ટર ની અંદર બેઠેલા લોકો પાણીમાં તણાવા ગયા હતા. દરમ્યાન તેમાં બેઠેલ પાંચાભાઇ મુંધવાએ પોતાનો જીવ બચાવવા માટે થઈને ત્રણ કલાક સુધી બાવળના થડને પકડી રાખ્યું હતું અને ત્યાંથી બચાવવા માટે થઈને બૂમો પાડી હતી ત્યારે ફાયરની ટીમના જવાનોએ આવાજ સાંભળીને ત્યાં જઈને પાંચાભાઇ મુંધવાને બહાર કાઢ્યા હતા અને રાતે ૯:૦૦ વાગ્યાના અરસામાં પાણીમાં તણાઈ જવાથી ફસાઈ ગયેલા પાંચાભાઇ મુંધવાને અંદાજે ત્રણેક કલાક બાદ પાણીના પ્રવાહમાંથી હેમખેમ તંત્ર દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.