મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસા-વેસ્ટ પેપરના ભાવમાં વધારો અને તૈયાર માલની ડિમાન્ડ ઘટતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો
Breaking news
Morbi Today

મોરબીમાં મોટર ચાલુ કરતા શોટ લાગતા યુવાનનું મોત


SHARE







મોરબીમાં મોટર ચાલુ કરતા સમયે ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત

મોરબીમાં રેલ્વે સ્ટેશનની પાછળ આવેલા રોહીદાસપરા વિસ્તારમાં મોટર ચાલુ કરતા સમયે શોટ લાગવાથી યુવાનનુ મોત નીપજ્યું હતું.જ્યારે મોરબીમાં પાડાપુલ નીચે નદીના પટમાં રહેતા આધેડને બીમારી સબબ સિવિલએ સારવારમાં ખસેડાયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ આવેલા રોહીદાસપરા વિસ્તારમાં રહેતા પરિવારનો સોહીલ દિલીપભાઈ ચૌહાણ નામનો 18 વર્ષનો યુવાન ગઈકાલ તારીખ 25-8 ના રોજ તેઓના ઘરે હતો.ત્યારે રાત્રિના 11 વાગ્યાના અરસામાં પાણીની મોટર ચાલુ કરવા જતા સમયે તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો.જેથી કરીને તેનું મોત નીપજત્તા મૃતદેહને પીએમ માટે સિવીલએ લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

સારવાર દરમિયાન મોત

મોરબીના પાડાપુલની નીચે મચ્છુ નદીના પટમાં મણિ મંદિરની સામેના ભાગે રહેતા અનુભાઈ સવજીભાઈ મારું નામના 52 વર્ષના આધેડને ગત તારીખ 21-8 ના રોજ 108 વડે સારવાર માટે સિવિલએ લાવવામાં આવ્યા હતા.જેઓનું સારવાર દરમિયાન ગઈકાલ તારીખ 25-8 ના રોજ મોત નીપજ્યું હતું.




Latest News