મોરબી પોલીસબેડામાંથી નિવૃત થયેલ છ પોલીસ કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો મોરબીના રાજપર ગામ પાસે કામ દરમિયાન બેલ્ટ માથામાં લાગતા રાજકોટ ખસેડાયેલ યુવાનનું મોત મોરબી જીલ્લામાં મીઠા ઉદ્યોગ-નવલખી બંદર માટે મરીન સોલ્ટ મેન્યુ. એસો. દ્વારા રાજ્યસભાના સાંસદને કરાઇ રજૂઆત મોરબીમાં રેલ્વેને લગતા પ્રશ્નોની રાજ્યસભાના સાંસદને કરવામાં આવી રજૂઆત મોરબી જીલ્લાની સરકારી શાળાઓમાં તાયફા બંધ કરીને સુવિધા વધારવા કોંગ્રેસની માંગ મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર પ્લાન્ટને તાત્કાલીક રીપેર કરીને લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવા જીલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ માટીની આડમાં દારૂની હેરાફેરી: મોરબી નજીકથી 48 બોટલ દારૂ-144 બિયરના ટીન ભરેલ ટ્રેલર સાથે એક પકડાયો, 11.24 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરમાંથી 10 કિલો ગાંજા સાથે ઝડપાયેલ આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર
Breaking news
Morbi Today

પૂના ખાતે ઈન્ટરનેશનલ કોન્ફોરન્સમાં ફેકલ્ટી તરીકે મોરબીના ડો.હિતેશ પટેલની પસંદગી


SHARE















પૂના ખાતે ઈન્ટરનેશનલ કોન્ફોરન્સમાં ફેકલ્ટી તરીકે મોરબીના ડો.હિતેશ પટેલની પસંદગી

મોરબી કાન-નાક-ગળાના નિષ્ણાંત તબિબ ડો.હિતેશ પટેલ (ઓમ ઈ.એન.ટી.  હોસ્પીટલ) ની પૂના ખાતે આયોજીત SEOCON ઈન્ટરનેશનલ કોન્ફોરન્સમાં ફેકલ્ટી તરીકે પસંદગી. કરવામાં આવેલ છે અને આ ઈન્ટરનેશનલ કોન્ફોરન્સમાં વિશ્વના ૨૫૦ નિષ્ણાંત તબિબો ભાગ લેશે, જેમાં ફેકલ્ટી તરીકે મોરબીના તબિબની પસંદગી કરવામાં આવેલ છે.

સમગ્ર વિશ્વ ના કાન-નાક-ગળા ના નિષ્ણાંત તબિબો ની ત્રિદીવસીય ઈન્ટરનેશનલ કોન્ફોરન્સ SEOCON 2024 તાજેતર માં પૂના ખાતે યોજાવા જઈ રહી છે જેમાં ભારત તેમજ વિશ્વભર માંથી કુલ ૨૫૦ કાન-નાક-ગળા ના નિષ્ણાંત તબિબો ભાગ લઈ રહ્યા છે જેમાં ૪૦ જેટલા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષા ના તબિબો ની ફેકલ્ટી તરીકે પસંદગી થવા પામી છે જેમાં મોરબી ના ઓમ કાન-નાક-ગળા ની હોસ્પીટલ વાળા નિષ્ણાંત તબિબ ડો. હિતેશ પટેલ ની ફેકલ્ટી તરીકે પસંદગી થતાં તેમણે સમગ્ર મોરબી જીલ્લા ને ગૌરવ અપાવ્યુ છે. મોરબી ના ડો. હિતેશ પટેલ Mastoid cavity obliteration વિષય પર પોતાનું વકત્વ રજુ કરશે તેમજ એન્ડોસ્કોપી દ્વારા કાન ની સર્જરી વિશે માર્ગદર્શન પ્રદાન કરશે. પૂના ખાતે આયોજીત આ ઈન્ટરનેશનલ કોન્ફોરન્સ માં મોરબીના તબિબ ડો.હિતેશ પટેલની ફેકલ્ટી તરીકે પસંદગી થતાં મોરબી IMA ના તબિબો, સ્નેહીજનો તેમજ મિત્ર વર્તુળે તેમને શુભકામનાઓ પાઠવી છે.




Latest News