મોરબીના રંગપર પાસે કારખાનામાં કામ દરમ્યાન પતરું તૂટતા ઉપરથી નીચે પટકાયેલ યુવાનનું મોત
વાંકાનેરના લાલપર પાસે વાડીની બાજુમાં આવેલ કેનાલમાં ડૂબી જવાથી માસૂમ બાળકનું મોત
SHARE
વાંકાનેરના લાલપર પાસે વાડીની બાજુમાં આવેલ કેનાલમાં ડૂબી જવાથી માસૂમ બાળકનું મોત
વાંકાનેરના લાલપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનનો સાડા ત્રણ વર્ષનો દીકરો વાડીની બાજુમાં આવેલ કેનાલમાં પડી ગયો હતો અને ત્યાં કેનાલના પાણીમાં ડૂબી જવાના કારણે તે માસુમ બાળકનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર નજીક આવેલ લાલપર પાસે મહમદહુસેનભાઈ મોમીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મહેન્દ્રભાઈ સંઘાળીયાનો સાડા ત્રણ વર્ષનો દીકરો લવરાજ સંઘાળીયા રમતા રમતા વાડીની બાજુમાં આવેલ કેનાલના પાણીમાં પડી ગયો હતો અને ત્યાં કેનાલમાં પાણીમાં ડૂબી જવાના કારણે તે માસુમ બાળકનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
સાપ કરડી ગયો
હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે પ્રતાપસિંહની વાડીએ રહીને મજૂરી કામ કરતા પ્રવીણભાઈ કારીયાભાઈ રાઠવા (20) નામના યુવાનને સાપ કરડી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઝેરી દવા પીધી
ટંકારામાં રહેતા મનીષાબેન વિજયભાઈ (25) નામના મહિલાએ કોઈ કારણોસર ગત તા. 27/1 ના બપોરના એકાદ વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.