મોરબી નજીક ટેમ્પરરી રીપેરીંગ કરીને નેશનલ હાઈવેને ટ્રાફિક ક્લિયર કરાવવા તાબડતોબ શરૂ કરાયો
માળીયા (મી)ના વાધરવા, વીર વિદરકા, ફતેપર, હરિપર, ખીરાઈ સહિતના ગામોમાં મચ્છુના પાણી ફરી વળતાં ખેડૂતોનો પાક સાફ
SHARE
માળીયા (મી)ના વાધરવા, વીર વિદરકા, ફતેપર, હરિપર, ખીરાઈ સહિતના ગામોમાં મચ્છુના પાણી ફરી વળતાં ખેડૂતોનો પાક સાફ
મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં મચ્છુના પાણી અને વરસાદી પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા છે જેથી કરીને ખેતરમાં કપાસ મગફળી સહિતના ઉભા પાકને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે માળિયા તાલુકાના વાધરવા, વીર વિદરકા, ફતેપર, હરિપર, ખીરાઈ સહિતના ગામના ખેડૂતોનો પાક સો ટકા નિષ્ફળ ગયેલ છે અને ખેડૂતોએ પાક લેવા માટે કરેલ મહેનત ઉપર મચ્છુના પાણી ફરી મળ્યાં છે તેઓ નજારો જોવા મળ્યો હતો
મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લા ચાર દિવસથી હળવો ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે વરસાદી પાણી અને તે ઉપરાંત મચ્છુ ડેમમાંથી નદીમાં છોડવામાં આવેલા પાણી માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા છે અને તેના કારણે ખેડૂતોને ખેતરમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને માળિયા મીયાણા તાલુકાના વાધરવા વીર વિદરકા, ફતેપર, હરિપર, ખીરાઈ સહિતના ગામના ખેડૂતોની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી સતત વરસાદ અને તેમાં અધુરોમાં પૂરું મચ્છુના પાણી તેઓના ખેતરમાં ભરાઈ જવાના કારણે ખેડૂતોએ કપાસ, મગફળી સહિતના પાક લેવા માટે જે મહેનત કરી હતી તે મહેનત ઉપર મચ્છુના પાણી ફરી વળીએ છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી અને હાલમાં ખેડૂતોને નુકસાન થયું છે તેનો વહેલી તકે સર્વે કરીને સરકાર તરફથી પૂરતું વળતર આપવામાં આવે તેવી લાગણી ખેડૂતો અને ખેડૂત આગેવાન વ્યક્ત કરી રહ્યા છે