મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા (સ) ગામનો બનાવ: “તારે મંદિરે નહીં આવવું” કહીને કાકાને ચાર ભત્રીજાઓએ ધોકા અને ઢીકાપાટુનો મારમાર્યો


SHARE









ટંકારાના ઘુનડા (સ) ગામનો બનાવ: “તારે મંદિરે નહીં આવવું” કહીને કાકાને ચાર ભત્રીજાઓએ ધોકા અને ઢીકાપાટુનો મારમાર્યો

ટંકારાના ઘુનડા (સ) ગામે વૃદ્ધ તેઓના માતાજીના મંદિરે શ્રીફળ વધેરવા માટે તેને ગયા હતા અને ત્યાંથી તેઓ પરત આવતા હતા ત્યારે અગાઉ થયેલ જમીન બાબતની બોલાચાલીનો ખાર રાખીને તેઓના ચાર ભત્રીજાઓ દ્વારા “તારે મંદિરે નહીં આવવું” તેવું કહીને બોલાચાલી કરી હતી” ત્યારે વૃદ્ધે કહ્યું હતું કે “આ મંદિર તેમના પણ માતાજીનું છે” જેથી ઉશ્કેરાઈ ગયેલા ચારેય ભત્રીજાઓ દ્વારા તેને ધોકા વડે અને ઢીકા પાટીનો માર મારવામાં આવ્યો હતો તથા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીમાં સોઓરડી રોડ પરશુરામ પોટરી પાસે વરિયા દેવના મંદિરની પાછળના ભાગમાં રહેતા ધનજીભાઈ દેવજીભાઈ જાદવ (70)એ હાલમાં દેવજીભાઈ માવજીભાઈ જાદવ, હરેશભાઇ માવજીભાઈ જાદવ, રમેશભાઈ માવજીભાઈ જાદવ તથા નરેશભાઈ માવજીભાઈ જાદવ સામે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ઘુનડા (સ) ગામે મહાકાળી માતાજીના મંદિરે તેઓ શ્રીફળ વધેરવા માટે થઈને ગયેલા હતા અને ત્યાંથી તેઓ પરત આવતા હતા ત્યારે આરોપીઓએ ફરિયાદી સાથે અગાઉ જમીન બાબતે બોલાચાલી થયેલી હતી તે બાબતનો ખાર રાખીને મંદિરની બહાર શેરીમાં ફરિયાદીને કહેલ કે “તારે મંદિરે નહીં આવવું” તેમ કહેતા ફરિયાદીએ કહ્યું હતું કે, આ મંદિર તેમના પણ માતાજીનું છે જેથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીને ગાળો આપી હતી ત્યારે આરોપી દેવજીભાઈએ લાકડાના ધોકા વડે ફરિયાદીને વાસાના ભાગે માર મારીને ઇજા કરી હતી જ્યારે હરેશભાઈ અને નરેશભાઈએ પકડી રાખતા રમેશભાઈએ ફરિયાદીને ઢિકાપાટુનો મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ચારેય વ્યક્તિઓની સામે ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News