મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામ નજીક ઇકો ગાડીને ચાલકે બે બાઇકને ઉડાવ્યા: ઇજાગ્રસ્તો સારવારમાં


SHARE









ટંકારાના ઓટાળા ગામ નજીક ઇકો ગાડીને ચાલકે બે બાઇકને ઉડાવ્યા: ઇજાગ્રસ્તો સારવારમાં

ટંકારા તાલુકાના ઓટાળા ગામ નજીક આવેલ ગોકુલ કારખાનાની સામેના ભાગમાં ઇકો ગાડીના ચાલકે બે બાઇકને હડફેટે લીધા હતા જેથી ઈજા પામેલા બે વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇકો ગાડીના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

ધ્રોલ તાલુકાના લતીપર ગામે રહેતા અને મજૂરી કામ કરતા જયસુખભાઈ કાબાભાઈ ડાભીએ હાલમાં ઇકો ગાડી નંબર જીજે 36 એસી 5879 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાના ઓટાળા ગામ પાસે આવેલ ગોકુલ કારખાના સામેથી તેઓનું બાઈક લઈને તેનો ભાઈ ભવાનભાઈ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકને ઇકો ગાડીના ચાલકે હડફેટ લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ફરિયાદીના ભાઈને પગમાં ફ્રેક્ચર અને માથામાં ઇજા થવાથી ટાંકા આવ્યા હતા અને શરીરે પણ ઇજાઓ થયેલ છે આ ઉપરાંત સાહેદ બલભદ્રસિંહ કિરીટસિંહ જાડેજાના બાઈક નંબર જીજે 10 સીએસ 2941 ને પણ હડફેટે લેતા તેઓને પણ ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ હાલમાં ઈજાગ્રસ્ત યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને ઇકો ગાડીને ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News