મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં હવે જો સરકારી કાર્યક્રમોમાં કોંગ્રેસને આમંત્રણ નહીં મળે તો ઉગ્ર વિરોધ કરાશે: સંદીપભાઈ કાલરીયા


SHARE









માળીયા (મી) તાલુકામાં હવે જો સરકારી કાર્યક્રમોમાં કોંગ્રેસને આમંત્રણ નહીં મળે તો ઉગ્ર વિરોધ કરાશે: સંદીપભાઈ કાલરીયા

માળીયા (મી)ના ખાખરેચી ગામે યોજાયેલા PM કિસાન ઉત્સવ અને મિલેટ્સ મેળાના કાર્યક્રમને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે અને સરકારી કાર્યક્રમ હોવા છતાં તેમાં ભાજપના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સ્ટેજ ઉપર સ્થાન આપવામાં આવ્યું હતું જો કે, કોંગ્રેસના તાલુકા પંચાયતના ૬ સભ્યોને આમંત્રણ ન મળતા કોંગ્રેસે વિરોધ કર્યો હતો.

માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ કાલરીયાએ મામલતદારને ઉગ્ર રજૂઆત કરી હતી. અને કહ્યું હતું કે, સરકારી કાર્યક્રમમાં રાજકીય ભેદભાવ કેમ રાખવામા આવે છે. અધિકારીઓ ભાજપના ઈશારે કામ કરતા હોય તેવો ઘાટ માળીયા તાલુકામાં જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમ સરકારી હતો કે ભાજપનો ? તેવો સવાલ કરીને કહ્યું હતું કે, કોંગ્રેસના આગેવાનો અને સભ્યો અહીં મંજીરા વગાડવા બેઠા નથી. તમને ગમે તેમને જ આમંત્રણ આપવાના આ યોગ્ય નથી. વધુમાં એવું પણ કહ્યું હતું કે, કેટલાક સ્થળોએ સરપંચોને પણ આમંત્રણ આપવામાં આવતું નથી જે યોગ્ય નથી. સાથે એવી ચેતવણી આપી હતી કે, આગામી સમયમાં સરકારી કાર્યક્રમોમાં કોંગ્રેસના આગેવાનોને આમંત્રણ ન અપાય તો કાર્યક્રમોનો વિરોધ કરવામાં આવશે.




Latest News