મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રોણકી ગામે 21 કરોડનાં ખર્ચે બનનારા પાણીના સંપ- પાઈપલાઈનના કામનું કર્યું ખાતમુહૂર્ત


SHARE







વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રોણકી ગામે 21 કરોડનાં ખર્ચે બનનારા પાણીના સંપ- પાઈપલાઈનના કામનું કર્યું ખાતમુહૂર્ત

67 વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં રોણકી (મનહરપુર) ગામ ખાતે 21 કરોડનાં ખર્ચે પાણી સંગ્રહ માટે પાણીનો સંપ તેમજ પાણીની પાઈપલાઈનનું ખાતમુહૂર્ત વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. રોણકી (મનહરપુર) ગામ તેમજ આજુબાજુમાં આવતી સોસાયટીઓમાં પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે રૂડા દ્વારા 21 કરોડનાં ખર્ચે પાણીનાં સંગ્રહ માટે પાણીનો સંપ તેમજ પાણીની પાઈપલાઈનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું તે પ્રસંગે રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા, રાજકોટ તાલુકા પંચાયત કારોબારી ચેરમેનની ભરતભાઈ ડાભી, રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય રાજાભાઈ ચાવડા, રાજકોટ તાલુકા ભાજપ મહામંત્રી અજયભાઇ મકવાણા, રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય વીક્રમભાઈ હુંબલ, તાલુકા પંચાયત સદસ્ય વીજયભાઈ અજાણી, રોણકી ગામનાં સરપંચ પ્રભાતભાઈ હુંબલ, બેડી ગામનાં સરપંચ પ્રતાપભાઈ રીબડીયા, રાજકોટ તાલુકા ભાજપ ઉપપ્રમુખ ગણેશભાઈ ગોહેલ, રાજકોટ તાલુકા મંત્રી મનુભાઈ સીયાળ, જસ્મીનભાઈ પીપળીયા, રાજકોટ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાનાં મહામંત્રી કુંવરજીભાઈ ભંખોડિયા સહિત બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News