મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદના રાણેકપર ગામનો બનાવ: વાડીએ મજૂરને લાફા ઝીકિને ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી


SHARE







હળવદના રાણેકપર ગામનો બનાવ: વાડીએ મજૂરને લાફા ઝીકિને ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી

હળવદના રાણેકપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનને વાડીએથી જતા રહેવા માટે થઈને વાડી માલિકના ભાઈએ કહ્યું હતું જોકે યુવાન વાડીએથી ગયો ન હતો જેથી તેને લાફા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ છુટા પથ્થર મારીને પેટના ભાગે ઇજા કરી હતી અને જાહેરમાં ગાળો બોલીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવેલ હતો જેથી યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મૂળ નર્મદા જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં સુખદેવભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં મુકેશભાઈ કાંતિભાઈ ભીલ (44)એ હાલમાં કરસનભાઈ લાલજીભાઈ પટેલ રહે, રાણેકપર વાળા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે આરોપીએ ફરિયાદીને સુખદેવભાઈની વાડીએથી જતા રહેવા માટે કહ્યું હતું અને ફરિયાદી વાડીએથી ગયેલ ન હોય જેથી આરોપીએ તેને લાફા મારી ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છૂટા પથ્થર મારીને પીઠના ભાગે ઇજા કરી હતી તેમજ ફરિયાદીને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો આપી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News