મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી
Breaking news
Morbi Today

હળવદના કવાડિયા ગામે ઘરમાંથી 26 બોટલ દારૂ ઝડપાયો: પિતા-પુત્ર સામે ફરિયાદ


SHARE









હળવદના કવાડિયા ગામે ઘરમાંથી 26 બોટલ દારૂ ઝડપાયો: પિતા-પુત્ર સામે ફરિયાદ

હળવદના કવાડિયા ગામે રહેતા શખ્સનાં ઘરમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની કુલ મળીને 26 બોટલો મળી આવતા પોલીસે 2600 ની કિંમત દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે આરોપી ઘરે હાજર ન હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પિતા-પુત્ર સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કવાડિયા ગામે રહેતા વનરાજભાઈ સિહોરાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને 26 નાની બોટલો મળી આવતા પોલીસે 2600 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે, દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હોવાથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વનરાજભાઈ સિહોરા અને તેના દીકરા કરણભાઈ વનરાજભાઈ સિહોરાની સામે ગુનો નોંધીને પોલીસે બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 1300 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી ભરતભાઈ બાબુભાઈ સાગઠીયા (20) રહે. લીલાપર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News