મોરબીના સોઓરડીમાં એલસીબી ની રેડ, જુગાર રમતા પાંચ પકડાયા
SHARE
મોરબીના સોઓરડીમાં એલસીબી ની રેડ, જુગાર રમતા પાંચ પકડાયા
મોરબી એલસીબીના સ્ટાફે બાતમીના આધારે શહેરના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં રેડ કરી હતી.ત્યારે ત્યાં રહેણાક મકાનમાં જુગાર રમી રહેલા પાંચ પતાપ્રેમીઓ પકડાઈ જતા રોકડા રૂપિયા ૯૨,૧૦૦ સાથે તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેઓની સામે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એલસીબીના સ્ટાફ દ્વારા બાતમીના આધારે મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં રહેતા મહેશભાઈ રાઘવજીભાઈ વાઘાણી કોળી ના રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી.ત્યારે ત્યાં જુગાર રમવામાં આવી રહ્યો હોય ઘરધણી મહેશભાઈ રાઘવજીભાઈ વાઘાણી કોળી (૪૭) રહે.સોઓરડી શેરી નંબર-૫ મેલડી માતાના મંદિર પાસે તેમજ મહેશ કેસુભાઇ ગોસ્વામી બાવાજી (૩૫) રહે.સોઓરડી શેરીનંબર-૭ સાગર પાનવાળી શેરી, કમલેશ ઉર્ફે કાનો સુરેશભાઇ ભોરણીયા પ્રજાપતિ (૩૬) રહે.સોઓરડી મેલડી માતા મંદિર પાસે, સંજય મનસુખભાઇ ભડગંજી બાવાજી રહે.સોઓરડી વરિયાનગર શેરી નંબર-૭ અને રમેશ ગાંડુભાઇ લોલાડીયા કોળી (૫૩) રહે.સોઓરડી મેલડી માતાના મંદિર પાસે વાળાઓ રેણાક મકાનમાં તીનપતીનો હારજીતનો જુગાર રમતા મળી આવતા પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા ૯૨,૧૦૦ જપ્ત કરીને તમામની અટકાયત કરી તેઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
પરણીતા સારવારમાં
મોરબીના પીપળી રોડ ઉપર આવેલ શિવ પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા નિશાબેન મનસુખભાઈ બોસિયા નામની ૩૫ વર્ષીય મહિલાને તેના પતિ દ્વારા માર મારવામાં આવતા બપોરે દોઢેક વાગ્યાના અરસામાં સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના વી.ડી.ખાચર દ્વારા મારામારીના કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી.તેમ પોલીસસુત્રોએ જણાવેલ છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ નજીક આવેલ એપોલો સિરામિક પાસે રહીને મજૂરી કામ કરતા રામસિંગ શ્રીરામ આચાર્ય નામના ૨૪ વર્ષીય યુવાનને ઉંચી માંડલ ગામ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજા પામેલ હાલતમાં સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલે તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા સ્ટાફના જે.પી.પટેલ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ હતી.
બાળક સારવારમાં
મોરબીના લખધીરપુર રોડ ઉપર લેમન સીરામીક પાસે આવેલ લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારનો કાર્તિક રાજુભાઈ પુરબીયા નામનો છ વર્ષનો બાળક લેબર કવાટર નજીક ઊંચાઈએથી નીચે પડી જતા ઇજા પામતા શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના વી.ડી.ખાચર દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી રહી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના જીવાપર ગામે રહેતા રાહુલ મુકેશભાઈ ધોબી નામના ૩૬ વર્ષના યુવાનને જીવાપર ગામની પાસે આવેલ સ્પાર્ટેન ગ્રેનાઇટો નજીક મારામારીના બનાવમાં ઇજા પામેલા હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ સ્ટાફના વિજયભાઈ ડાંગર દ્વારા આ મારામારીના કારણ બાબતે આગળની તપાસ હાથ ધરાઈ છે.