હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં ફેમિલી કોર્ટમાં સજા પામેલ ફરાર આરોપી પકડાયો


SHARE

















મોરબીમાં ફેમિલી કોર્ટમાં સજા પામેલ ફરાર આરોપી પકડાયો

મોરબી ફેમિલી કોર્ટમાં સજા પામેલ આરોપી છેલ્લા કેટલાક સમયથી ફરાર હોય જિલ્લા પોલીસવડા અને ડીવાયએસપી દ્વારા સૂચના કરવામાં આવેલી હતી.જેને આધારે બી ડિવિઝન પોલીસ મથકના વીસાપરા બીટના સ્ટાફ દ્વારા આરોપીને પકડીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

આ બાબતે વધુમાં મળતી માહીતી મુજબ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા સજા પામેલ આરોપીઓને પકડી યોગ્ય કાર્યવાહી કરવી સુચના કરેલ હોય નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા અને બી ડિવિઝન પીઆઇ એન.એ.વસાવાના માર્ગદર્શના હેઠળ સ્ટાફે આરોપીને પકડી પાડયો હતો. મોરબીના ફેમીલી કોર્ટ પ્રીન્સી.જજ ના વોરંટ પ્રાસેસ નંબર-૧૧૬૧/૨૪ તા.૨૫-૭-૨૪ ના આધારે આરોપી અશ્વીનભાઇ જીવરાજભાઇ રેસીયા રહે.વીજયનગર વીશીપરા મોરબી વાળાને કુલ ૩૬૦ દીવસની સજા નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવેલ જોકે આરોપી પોતાની અટકાયતથી બચવા નાસતો ફરતો હોય વીશીપરા બીટ ઇન્ચાર્જ એએસઆઇ પ્રફુલ્લકુમાર જેઠાભાઇ પરમારને પીઆઇ તરફેથી આ આરોપી સત્વરે પકડી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય અને જે આરોપી વીશીપરા વિજયનગર ખાતેથી તા.૩૦-૮ ના રોજ મળી આવતા અટકાયતમાં લઇને નામદાર કોર્ટમાં યોગ્ય કાર્યવાહી માટે રજુ કરવા તજવીજ કરવામાં આવી હતી.આ કામગીરી સ્ટાફના એએસઆઇ પ્રફુલ્લકુમાર પરમાર, મુકેશભાઇ મહેશભાઇ સોલંકી, અજયસિંહ તીખુભા રાણા અને દશરથસિંહ દુલુભા મસાણીએ કરી હતી. 

પતિ-સાસુએ માર મારતા પરણીતા સારવારમાં

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલ ગાંધીનગર (અમદાવાદ) ખાતે રહેતા અર્ચીતાબેન નમનભાઈ વાણંદ (ઉમર ૨૫) નામની મહિલાને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની વધુમાં મળતી માહિતી પ્રમાણે તેમના સાસુ તથા પતિ દ્વારા તેઓને માર મારવામાં આવ્યો હતો અને રાત્રિ દરમિયાન મોરબી એસટી બસ સ્ટેશન ખાતે તેઓને ઉતારી દેવામાં આવ્યા હતા અને તેમના સાસુ-પતિ જતા રહ્યા હતા.હાલ ઇજા પામેલ અર્ચિતાબેન નમનભાઈના મારામારી કેસ બાબતે સ્ટાફના વિપુલ પટેલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

નસાની હાલતમાં માર મારતા સારવારમાં

મોરબીના લીલાપર ગામે રહેતા વિનોદભાઈ હીરાભાઈ ટીડાણી નામના ૩૫ વર્ષના યુવાનને મારામારીમાં ઈજા પામેલ હાલતમાં સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેણે ડોક્ટર અને પોલીસને જણાવ્યા પ્રમાણે ધરમપુર ગામે દારૂ પીવડાવીને તેને માર મારવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા દ્વારા આ બનાવ સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.તેમજ મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ રૂબીબેન વેરસિંગભાઈ પરમાર (રહે.ઝીંઝુડા) નામની ૪૦ વર્ષની મહિલાને ઇજાઓ થતા તેણીને પણ સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવી હતી.જે સંદર્ભે જાણ થતા તાલુકા પોલીસ મથકના જીલુભાઇ ગોગરા દ્વારા તપાસ કરવામાં આવી હતી.




Latest News