મોરબીના નવલખી રોડે કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું: ગેરકાયદે મકાનોને અપાશે નોટિસ મોરબી તાલુકા વિસ્તારમાં આંટાફેરા કરતો દીપડો ચકમપર ગામેથી પાંજરે પુરાયો મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં માળીયા (મી)ના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત વાંકાનેરમાં ટ્રેન આડે પડતું મૂકીને આધેડે જીવન ટૂંકાવ્યું વાંકાનેરની મીલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા મોરબી OSEM CBSE સ્કુલના કોમર્સના વિદ્યાર્થીઓએ બેંકની મુલાકાત લીધી વાંકાનેરની જામસર ચોકડી પાસે ડમ્પર ચાલકે અકસ્માત સર્જીને માસૂમ બાળકનું મોત નીપજાવ્યું: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

શિક્ષણ એ જ કલ્યાણ સંકુલને મોરબીના હરિહર અન્નક્ષેત્ર દ્વારા ગરીબ બાળકો માટે રાશનની સહાય


SHARE













શિક્ષણ એ જ કલ્યાણ સંકુલને મોરબીના હરિહર અન્નક્ષેત્ર દ્વારા ગરીબ બાળકો માટે રાશનની સહાય

ગુજરાતના ખેડા જિલ્લામાં મહિપતસિંહ ચૌહાણ દ્વારા અનાથ બાળકો અને ગરીબ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવા શિક્ષણ એજ કલ્યાણ સંકુલ બનાવેલ છે જેમાં હાલ ૧૦૦૦ થી પણ વધુ બાળકો ત્યાજ રહીને અભિયાસ કરી રહ્યા છે. જેના ભોજન માટે મહિપતસિંહ ચૌહાણની ફેસબુક લાઈવ પરની વિનંતીને ધ્યાને લઈ મોરબી ખાતે અયોધ્યા પૂરી મેઈન રોડ પર આવેલ હરિહર અન્નક્ષેત્ર ના સ્થાપક સેવા મૂર્તિ જમનાદાસજી (રામને ભજી લ્યો) દ્વારા અનાથ અને ગરીબ બાળકોના ભોજન માટે શિક્ષણ એજ કલ્યાણ સંકુલને આશરે ૧ લાખથી વધુનું રાશન મોકલી આપેલ છે જેનો આભાર મહિપતસિંહ ચૌહાણ દ્વારા તેના ફેસબુક પેજ પર વ્યક્ત કરવામાં આવેલ છે અને  શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં ભોજન દાતા બનવા મોબાઈલ નંબર ૮૭૬૮૮૮૮૦૮૮ નો સંપર્ક કરવા જણાવ્યુ છે. અત્રે ઉલેખનીય છે કે,શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં ૪ માળની વિશાલ ઇમારત બનાવવામાં આવી છે. જેમાં સ્ટડી રૂમ, ડિનર હૉલ, સેમિનાર હૉલ, લાઈબ્રેરી, હોસ્ટેલ લિવિંગ રૂમ, સ્ટડી રૂમ જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૦૦ રૂપિયાના માતબર દાનથી શરુ થયેલી આ શિક્ષણ સંકુલ બનાવવાની સફળ આજે આશરે ત્રણ કરોડ રૂપિયાનું સંકુલ બની ગયું છે. જ્યાં સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાંથી અનાથ અને ગરીબ બાળકો ત્યાં જ રહીને વિનામૂલ્ય અભ્યાસ મેળવી રહ્યા છે.






Latest News