મોરબીના પીપળી રોડે આવેલ કારખાનામાં કિલન બ્લાસ્ટ મોરબીની નવયુગ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓના સ્વાગતોત્સવ કાર્યક્રમમાં સાંઇરામ દવેનું પ્રેરક ઉદ્બોધન મોરબીના નાગડાવાસ પાસેનો બનાવ રીક્ષા ભેંસની સાથે અથડાતા બે લોકો સારવારમાં મોરબી નજીક કારખાના સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત મોરબી તાલુકા સેવા સદન ખાતે એજન્સીના સ્ટાફને બેસવા માટેની જગ્યા ન ફાળવતા સ્ટેમ્પ પેપર મળવાનું બંધ !: અરજદારો હેરાન મોરબી શહેર-તાલુકામાં દારૂની ત્રણ રેડ: બે મહિલા સહિત ત્રણ આરોપી 63 બોટલ દારૂ સાથે પકડાયા ટંકારાના સરાયા-હીરાપર વચ્ચે બે બોલેરો ગાડી અથડાતાં ઘૂટું ગામે રહેતા યુવાનનું મોત: બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી માટીની આડમાં દારૂની હેરાફેરી: વાંકાનેર તાલુકામાં હોટલના ગ્રાઉન્ડમાંથી 816 બોટલ દારૂ ભરેલ ટ્રક ટ્રેલર ઝડપાયું, 29.34 લાખના મુદામાલ સાથે બે પકડ્યા, બેની શોધખોળ
Breaking news
Morbi Today

દાવતે ઈસ્લામી ઈન્ડિયાના સબ ડિપાર્ટમેન્ટ ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન દ્વારા માળીયા(મીં.) માં રાહત કીટનું વિતરણ


SHARE

















દાવતે ઈસ્લામી ઈન્ડિયાના સબ ડિપાર્ટમેન્ટ ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન દ્વારા માળીયા(મીં.) માં રાહત કીટનું વિતરણ

મોરબી જિલ્લાના માળીયા(મિ.) તથા આજુબાજુના ગામડાઓમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો બન્યા હતા.જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.આ તકે દાવતે ઈસ્લામી ઈન્ડિયાના સબ ડિપાર્ટમેન્ટ ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન દ્વારા તરત જ રાહતના પગલાં લેવામાં આવ્યા હતા.જેમાં જરૂરતમંદ લોકો સુધી તાત્કાલિક મદદ માટે ટીમે માળીયા તથા આજુબાજુના ગામડાઓમાં રહેઠાણ કરી ત્યા ફસાયેલા લોકોને ખોરાક પહોંચાડવાનું કાર્ય કર્યુ હતું.આ કામગીરીમાં દાવતે ઈસ્લામી ઈન્ડિયાના સબ ડિપાર્ટમેન્ટ ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશનના વોલન્ટિયર્સનો મહત્વનો ફાળો રહ્યો હતો અને આ ટીમે આગળ પણ સતત આ પ્રકારની રાહત પ્રવૃત્તિઓમાં પોતાનું યોગદાન આપવા માટે તત્પર રહેવાની જાહેરાત કરી છે.આ ટીમ દ્વારા રાષ્ટ્રીય સ્તરે આવી વિકટ પરિસ્થિતિઓમાં સહાય આપવાનું કાર્ય સતત ચાલુ રહેશે તેમ કાર્યકરોએ યાદીમાં જણાવેલ છે.




Latest News