મોરબીની શ્રી પોલીસ લાઇન કુમાર શાળાના બાળકોએ જુનીયર ટાઇટન ઇવેન્ટની મોજ માણી મોરબીના સોખડા ગામ પાસે કારખાનાની દિવાલ ઉપરથી નીચે પડતા યુવાનનું મોત હળવદના કવાડિયા ગામે પત્ની સાથે ઝઘડો થતાં યુવાને જીવન ટૂંકાવ્યું મોરબીમાં ઘરની અગાસી ઉપર ચક્કર આવતા નીચે પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત મોરબી નજીક ટ્રક ડમ્પરના ચાલકે હડફેટે લેતા જમવા માટે રોડ ક્રોસ કરી રહેલા આધેડનું મોત મોરબીમાં ગેરકાયદે બાંધકામ ચાલુ હોય ત્રણ એપાર્ટમેન્ટ સીલ કરતી મહાપાલિકા હળવદમાં ઘરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 2200 લીટર આથો, 350 લીટર દારૂ અને 25 બિયરના ટીન સાથે એક ઝડપાયો, દંપતીની શોધખોળ મોરબીના રામગઢ(કોયલી) ગામેથી સગીરાનું અપહરણ કરનાર પકડાયો, જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીની પી.જી. પટેલ કોલેજમાં બે દિવસીય લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો


SHARE











મોરબીની પી.જી. પટેલ કોલેજમાં બે દિવસીય લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો

મોરબીની પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરના  સ્વપ્નદ્રષ્ટા અને સતત પ્રયત્નશીલ રહેતા પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટ ની રાહબરી હેઠળ મુંબઈની અગ્રણી સંસ્થાના સહયોગથી પી.જી.પટેલ કોલેજમાં બે-દિવસીય લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર ખાસ BBA ના વિદ્યાથીઓ માટે  યોજાયો હતો. આ સેમિનારમાં ખાસ મુંબઈથી નિષ્ણાત ટ્રેનર સચિન કામથ અને ક્લેરીસા ઉપાસ્થિત રહ્યા હતા. આ આખા દિવસ માટે બે દિવસીય સેમિનારમાં વિદ્યાર્થીઓને પ્રવર્તમાન સમયમાં અભ્યાસના સમયથી જ ગોલ સેટિંગ દ્વારા સફળ કારકિર્દીનું નિર્માણ કઈ રીતે થાય શકે અને આધુનિક મેનેજમેન્ટ અને નેતૃત્વ ના પાઠ શીખવવામાં આવ્યા હતા. ઉપરાંત કારકિર્દી ઘડતરમાં વ્યક્તિત્વ વિકાસ અંગે પણ તાલીમ આપવામાં આવી હતી. આ સાથે એક સફળ અને કુશળ સંચાલક કઈ રીતે બની શકાય તે અંગેની તાલીમ આપવામાં  આવી હતી. આ કાર્યક્રમમાં BBA ફેકલ્ટીના વિધાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમના અંતે ટ્રેનર તથા સંસ્થાને કોલેજ દ્વારા મેમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા.આ તકે સંસ્થાના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટે  ટ્રેનર સચિન કામથ અને ક્લેરીસાનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News