મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા મોરબી: ડ્રોન દીદી યોજના થકી મનિષાબેન રાંકજા બન્યા આત્મનિર્ભર મોરબી: હિટ એન્ડ રન પ્રકારના અક્સ્માતમાં મૃતક માટે સરકાર આપશે ૨ લાખનું વળતર મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝના લીધે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપાયો મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે
Morbi Today

ટંકારાના સજનપર ગામે ઘર કામ બાબતે માતા-પિતાએ ઠપકો આપતા સગીરાએ ન કરવાનું કરી નાખ્યું


SHARE













ટંકારાના સજનપર ગામે ઘર કામ બાબતે માતા-પિતાએ ઠપકો આપતા સગીરાએ ન કરવાનું કરી નાખ્યું

ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતાં પરિવારની સગીરાને માતા પિતાએ ઘર કામ બાબતે ઠપકો આપેલ હતો જેથી તેને લાગી આવતા તેણે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં મગનભાઈ જીવાણીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા પપ્પુભાઈ કાલીયાભાઈ ડામોરની 16 વર્ષની દીકરી નિરાલીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે પ્રથમ મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન તે સગીરાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે તેઓનો પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ મૃતક સગીરાને તેના માતા પિતાએ ઘરકામ વખતે ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા તેને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી. અને તે સગીરાનું સારવાર દરમિયાન મોત નીપજયું છે.




Latest News