મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા યુવ ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ મોરબીમાં જુગારની ત્રણ રેડ: પાંચ શખ્સો પકડાયા, એકની શોધખોળ મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાંથી ગુમ થયેલ યુવતીએ પ્રેમી સાથે પ્રેમલગ્ન કરી લીધા હોવાનું ખૂલ્યું


SHARE





























મોરબીમાંથી ગુમ થયેલ યુવતીએ પ્રેમી સાથે પ્રેમલગ્ન કરી લીધા હોવાનું ખૂલ્યું

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાંથી ગુમ થયેલ યુવતીએ તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધેલ હોવાનું સામે આવ્યું છે અને તે યુવતીને તેના પ્રેમી સાથે જ રહેવું છે તેવું તેણે પોલીસ સ્ટેશને આવીને પોલીસને જણાવ્યુ છે. જેથી પોલીસે તે અંગેની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ પાસે હાઉસિંગ બોર્ડમાં રહેતા સુરેશભાઈ ચંદ્રેશભાઈ નેપાળી (37) તેની બહેન જાનકી (20) ગુમ થઇ હોવાની ગત તા. 13/8 ના રોજ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી. જોકે ગુમ થયેલ યુવતીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવીને પોલીસને જણાવ્યું હતું કે, તે અઢી વર્ષે પહેલા મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વી-માર્ટમાં તે નોકરી કરતી હતી ત્યારે વિશાલ પરમારના સંપર્કમાં આવી હતી અને તે બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને જાનકીએ આ બાબતે તેના ઘરે વાત કરતા તેમના પરિવારના સભ્યો માનતા ન હતા. જેથી તે ઘરેથી કામે જાવ છું તેવું કહીને નીકળ્યા બાદ વિશાલ સાથે ગાડીમાં બેસીને અમદાવાદ જતી રહી હતી અને દરિયાપુર ખાતે લગ્ન નોંધણી તેઓએ કરાવેલ હતી અને ત્યાર બાદ તે બંને ખાખરેચી ગામે વિશાલના નાનાના ઘરે રોકાયેલા હતા જોકે, તેને જાણ થઈ કે, તેના ભાઈએ તેની ગુમસુધા ફરિયાદ નોંધાવી છે જેથી તે લગ્ન નોંધણીના કાગળો સાથે પોલીસ સ્ટેશન હાજર થઈ હતી અને તેણે વિશાલ સાથે રહેવું છે તેવું જણાવતા પોલીસે તે અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.

હરડે પ્રચાર કેન્દ્ર (મોરબી) દ્વારા નેચરલ વસ્તુઓનું વેચાણ

સ્થળ અને સમય : 
માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ,આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે,ન્યુ હાઉસિંગ બોર્ડની સામે,સનાળા રોડ,મોરબી  તા.8-9-24 ને રવિવારે સવારે 8 થી બપોરના 12 વાગ્યાં સુધી.

વેંચાણ માટે ઉપલબ્ધ વસ્તુઓ : 
હરડે પાવડર , ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગરા તથા લોટ મળશે, ગૌમૂત્ર અર્ક, કેળાના  પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી.રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા,વેલણ,જેરણી વગેરે, ઓર્ગેનિક શાકભાજી મળશે.જેથી આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરએ આ વેંચાણ કેન્દ્રનો સૌ લાભ લ્યે તેવી અપીલ કરેલ છે.


નિરોગી રહીએ ~ પ્રકૃતિ તરફ વળીએ ~ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ ~ઘરેથી કાપડની થેલી સાથે લાવીએ

 
















Latest News