મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ
ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી
SHARE
ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી
ટંકારા તાલુકાનાં વાછકપર બેડી ગામે રહેતી મહિલાને હાર્ટ એટેક આવતા તે મહિલાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જો કે, મહિલાનું મોત નીપજયું છે અને ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.
જાણવા મળતી માહિતી માહિતી મુજબ ટંકારાના વાછકપર બેડી ગામે રહેતા મિત્તલબેન કૈલાશભાઈ ડોડીયા (૩૬)ને આજે સવારે ૮ વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુઃખાવો થતાં તેમને તત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા અને ઇમરજન્સી રૂમમાં ફરજ પર રહેલા ડોકટરે તેને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા અને મૃતદેહનું પીએમ કરાયું હતું. અને મૃતકના પતિ ખેતીકામ કરે છે. તેમજ તેને સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. તે ચારેય બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે.