મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ


SHARE













મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ

સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ પોતાના જન્મદિવસની પોતાના પરિવારજનો સાથે કેક કાપીને કે પાર્ટી યોજીને ઉજવણી કરતા હોય છે પરંતુ મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા મેરજા પરિવારના યુવાને સમાજને નવો રાહ ચીંધતા જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી જેમાં તેણે મેરજા પરિવાર માટે વ્યસન મુક્તિના કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને તેમાં આવેલા લોકોમાંથી 35 જેટલા લોકોએ તમાકુ, ગુટખા, સિગરેટ, બીડી વિગેરે જેવા જે કોઈ બંધાણ હોય તે વ્યસન મુકવા માટેનો સંકલ્પ કર્યો હતો.

સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં માવા, મસાલા, તમાકુ, બીડી, ગુટખા વિગેરેનું બહુ મોટા પ્રમાણમાં વેચાણ થાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને વ્યસનના બંધાણીઓને એક સેકન્ડ પણ વ્યસન વગર ચાલતું નથી પરંતુ વ્યસન મુક્ત સમાજ બને તે માટે થઈને જુદી જુદી સંસ્થાઓ દ્વારા અનેકવિધ કાર્યક્રમો જનજાગૃતિ માટે કરવામાં આવતા હોય છે પરંતુ મોરબી નજીકના બગથળા ગામે રહેતા સવજીભાઈ ભુરાભાઈ મેરજા પરિવાર દ્વારા જન્મદિવસની વ્યસન મુક્તિના સંકલ્પ સાથે ઉજવણી થાય તે પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

બગથળા ગામે રહેતા પ્રવીણભાઈ મેરજાના દીકરા રેમીન મેરજાએ 19 વર્ષ પૂરા કરીને 20 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે મેરજા પરિવાર માટે વ્યસન મુક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મૂળ બગથળા ગામના જ વાતની અને છેલ્લા ઘણા વર્ષોથી મોરબીમાં બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા ડો. સતિષભાઈ પટેલ કે જેમના દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી મોરબીમાં કોમનમેન ફાઉન્ડેશન નામથી સંસ્થા ચલાવવામાં આવે છે આ સંસ્થા દ્વારા લોકો વ્યસન મુક્ત થાય અને નીરોગી બને તે માટે થઈને જુદી જુદી જગ્યા ઉપર કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે.

ત્યારે મેરજા પરિવાર દ્વારા ડો. સતિષભાઈ પટેલ અને તેની ટીમને તેઓના આંગણે બોલાવવામાં આવી હતી અને ત્યાં મેરજા પરિવારના લોકો જે હાજર હતા તેમને વ્યસનના કારણે આર્થિક અને શારીરિક જે નુકસાન થાય છે તેના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને વ્યસન મુક્તિનો સંકલ્પ કરે તે પ્રકારનું આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે રેમીન પ્રવીણભાઈ મેરજાના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમમાં આવેલા લોકોમાંથી 35 જેટલા વ્યક્તિઓએ પોતાના પાન, માવા, મસાલા, ગુટખા, સિગરેટ, બીડી વિગેરેના જે કોઈ બંધાણ હતા તે વ્યસન છોડવા માટેનો સંકલ્પ કર્યો હતો.

આમ બગથળા જેવા નાના એવા ગામમાં યોજાયેલ આ જન્મદિવસ નિમિત્તેનો કાર્યક્રમ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી વધુમાં પ્રવીણભાઈ મેરજા પાસેથી મળતી માહિતી મુજબ તેમના દીકરા રેમીનને અગાઉ પણ જન્મદિવસ હોય ત્યારે કેક કટીંગ કે પછી પાર્ટી કરવા માટેનું કહીએ તો તે ખોટા ખર્ચા કરવાની ના પાડતો હતો અને છેલ્લા બે વર્ષથી તે પોતાના જન્મદિવસ નિમિત્તે આસપાસના વિસ્તારમાં ગૌ સેવાના કાર્ય માટે થઈને આર્થિક સહયોગ આપીને પોતાના જન્મદિવસની ઉજવણી કરતો હતો. જો કે આ વર્ષે તેણે પોતાના જ પરિવારના લોકો વ્યસન મુક્ત બને તે માટે થઈને કોમનમેન ફાઉન્ડેશનને સાથે રાખીને વ્યસન મુક્તિના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું તેમાં પરિવારના લોકો જોડાયા હતા અને ન માત્ર જોડાયા પરંતુ તેઓએ વ્યસન મુક્તનો સંકલ્પ પણ કર્યો છે.






Latest News