હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઉછીના રૂપિયા પાછા ન આપનારા યુવાનને માર મારવાના ગુનામાં ત્રણ શખ્સની ધરપકડ


SHARE













મોરબીમાં ઉછીના રૂપિયા પાછા ન આપનારા યુવાનને માર મારવાના ગુનામાં ત્રણ શખ્સની ધરપકડ

મોરબીના સનાળા રોડે ઓફિસે બોલાવીને ઉછીના રૂપિયા લેનાર યુવાનને રૂપિયા પાછા આપ્યા ન હોવાથી તે બાબતનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા ઢીકાપાટુ અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેની યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની ઉમા ટાઉનશીપમાં આલ્ફા હોમ બી-501 માં રહેતા હાર્દિકભાઈ કાંતિભાઈ બોપલિયા (28)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચેતન વરમોરા, મયુરસિંહ જાડેજા સહિત કુલ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, તેને ચેતન પાસેથી હાથ ઊંચીના એક લાખ રૂપિયા લીધા હતા જે તેણે પરત આપ્યા ન હતા જે બાબતનો ખાર રાખીને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ કભીભી બેકરીની ઉપરના ભાગમાં ચેતન વરમોરા અને મયુરસિંહ જાડેજાની ઓફિસે આવેલ છે ત્યાં તેને બોલાવ્યો હતો અને ત્યારે ત્રણેય શખ્સો ત્યાં હાજર હતા અને તેણે ફરિયાદીને ગાળો આપી હતી અને ઢિકાપાટુનો માર માર્યો હતો. ત્યારે મયુરસિંહ જાડેજાએ પ્લાસ્ટિકના ધોકા વડે જેમ ફાવે તેમ ફરિયાદીને માર માર્યો હતો તેમજ ફરિયાદીને માર મારવાની જે ઘટના બની હતી તેની કોઈને જાણ કરશે તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપવામાં આવી હતી. જેથી ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે આરોપી ચેતન હરિભાઇ વરમોરા (30) રહે. ક્રાંતિજ્યોત મહેન્દ્રનગરમયુરસિંહ હરપાલસિંહ જાડેજા (25) રહે. ઋષભનગર મોરબી અને સોહિલ દાઉદભાઈ સુમર (24) રહે. વીરપરડા ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News